રૂપાણી સરકારનો મોટો નિર્ણય, 4 જૂનથી દુકાનો સવારના 9થી 6 વાગ્યા સુધી રહેશે ખુલ્લી વેપારીઓને મળી મોટી રાહત

    મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના 36 શહેરોમાં તમામ દુકાનો, વાણિજ્યિક સંસ્થાઓ, લારી ગલ્લા, શોપિંગ કોમ્પલેક્ષ, હેરકટિંગ સલૂન, બ્યુટી પાર્લર, માર્કેટિંગ યાર્ડ તેમજ અન્ય વ્યાપારિક ગતિવિધિ તા. 4 જૂનથી સવારે 9 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી ખુલ્લા રાખવાની છૂટ આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.
.                      ફાઈલ તસવીર
મુખ્યમંત્રીએ કોર કમિટીમાં આ નિર્ણય કરવા સાથે અન્ય પણ કેટલાંક નિર્ણયો કર્યા છે. તે મુજબ હવે રેસ્ટોરન્ટ દ્વારા કરવામાં આવતી હોમ ડિલિવરી પણ રાત્રે 10 વાગ્યા સુધી થઈ શકશે.રાજ્યમાં હાલમાં 36 શહેરોમાં જે રાત્રિ કરફ્યુ અમલમાં છે તેની મુદત પણ વધુ એક અઠવાડિયું વધારવાની મુખ્યમંત્રીએ જાહેરાત કરી છે.એટલે કે આ 36 શહેરોમાં 4 જૂનથી 11 જૂન સુધીના દિવસો દરમ્યાન રાત્રે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી આ રાત્રિ કરફ્યુનો અમલ કરવાનો રહેશે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાત રાજ્યમાં જીવલેણ કોરોના વાયરસના ધીરે-ધીરે ઘટાડો નોંધાઈ રહ્યો છે, ત્યારે રાજ્ય સરકાર દ્વારા ધીરે-ધીરે આંશિક રાહત આપવામાં આવી રહી છે. એવામાં તમને જણાવી દઇએ કે, રાજ્ય સરકારે 4 જૂનથી સવારે 9 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી ખુલ્લા રાખવાની છૂટ આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. જો કે, અગાઉ રાજ્ય સરકારે સવારના 9થી બપોરના 3 સુધી ખુલ્લી દુકાનો રાખી શકાશે એવો નિર્ણય લીધો હતો જેમાં વેપારીઓને મોટી રાહત અપાઇ હતી.
.                      ફાઈલ તસવીર
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં સતત ઘટતા જતા કોરોનાના કેસો વચ્ચે રાત્રિ કરફ્યુના સમયમાં ફેરફાર કરાઇ રહ્યો છે તો બીજી બાજુ વેપારીઓને પણ આંંશિક છૂટછાટ આપવામાં આવી રહી છે. ત્યારે આજ રોજ ફરી રૂપાણી સરકાર દ્વારા વેપારીઓના હિતમાં વધુ એક નિર્ણય લેવાયો છે.




Previous article
Next article

Leave Comments

Post a Comment

Ads Post 1

Ads Post 2

Ads Post 3

Ads Post 4

close