દમણના વડચોકી નજીક બુધવારે પૂરઝડપે દોડતી ઇનોવા કારના ચાલકે વળાંકમાં કાબુ ગુમાવતા કાર બે દુકાનના કાચ તોડીને અંદર પ્રવેશી ગઇ


નાની દમણના વડચોકી નજીક બુધવારે પૂરઝડપે દોડતી ઇનોવા કારના ચાલકે વળાંકમાં કાબુ ગુમાવતા કાર બે દુકાનના કાચ તોડીને અંદર પ્રવેશી ગઇ હતી. જોકે, દુકાનમાં વધારે માણસો ન હોવાથી કોઇ જાનહાની થઇ ન હતી. ચાલકને ઇજા પહોંચતા ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો છે. મહારાષ્ટ્રમાં લોકડાઉનની સ્થિતિને લઇને હાલમાં મોટા ભાગની ટીવી સીરિયલોના શુટિંગ દમણની હોટલ અને રીસોર્ટમાં ચાલી રહ્યા છે. નાની દમણની ડેલટીન હોટેલમાં પણ એક ટીવી સિરિયલનું શૂટિંગ ચાલી રહ્યું છે.
આ શુટિંગ માટે લાવવામાં આવેલી ઇનોવા કારના ચાલકે બુધવારે બપોરે બેફામ અને પુરઝડપે પોતાની કાર હંકારી લાવીને વડચોકી વળાંકમાં ટર્ન ન કપાતા કાર બેકાબુ બની હતી અને કાર નંબર MH-04-GD-5725નો ચાલકે શ્રીરામ શોપિંગ સેન્ટરમાં ધડાકાભેર અથડાવી દીધી હતી. અકસ્માતથી શોપિંગ સેન્ટરના બે દુકાનમાં ભારે નુકશાની થઇ હતી. દુકાનનો સામાનને પણ નુકશાની થઇ હતી.અકસ્માત કરનાર કાર ચાલકને ઇજાઓ પહોંચતા ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો છે.
    દમણ પોલીસની ટીમ બનાવ સ્થળે આવી જરૂરી કાર્યવાહી કરી હતી. સદનસીબે બપોરે દુકાનો બંધ હોવાથી અને કોઇ વધારે માણસો ન હોવાથી જાનહાની થઇ ન હતી. સિરિયલના શૂટિંગ સંચાલકોએ ઘટના સ્થળે પહોંચી દુકાનોમાં થયેલા નુકશાની ભરપાઈ કરવાની બાંહેધરી આપતા મામલો થાળે પડ્યો હતો.
Previous article
Next article

Leave Comments

Post a Comment

Ads Post 1

Ads Post 2

Ads Post 3

Ads Post 4

close