નાહુલી ખાતે રહેતી 20 વર્ષની યુવતી એ મંગળવારે રાત્રે દારૂઠા ખાડી માં કોઈ અગમ્ય કારણ સર મોત ની છલાંગ મારી

ઉમરગામના નાહુલી ખાતે રહેતી 20 વર્ષની યુવતી એ મંગળવારે રાત્રે દારૂઠા ખાડી માં કોઈ અગમ્ય કારણ સર મોત ની છલાંગ મારી હતી. નાહુલી પટેલ ફળિયા ખાતે સુરેશભાઈ માધુભાઈ ધોડીના ત્રણ સંતાનોમાં બે પુત્રો અને પુત્રી હતી.20 વર્ષની પુત્રી હસ્મિતા શિક્ષણ છોડી ઘર કામ કરતી હતી.જેના મમકવાડ સ્થિત સચિન નામના છોકરા સાથે છેલ્લા બે વર્ષ થી લગ્ન ની વાત ચાલી રહી હતી. હસ્મિતા સચિનના ઘરે પણ રાત્રે રોકાતી હતી .હસ્મિતાને તાવ અને કમળો થતા 1લી જૂનના રોજ સચિન હસ્મિતાને સારવાર માટે લઈ ગયો હતો.અને રાત્રે પરત મૂકી ગયો હતો.
    મંગળવારે રાત્રે હસ્મિતા ઘરે થી બહાર ગઇ હોવાની પિતાએ સચિનને જાણ કરી હતી. સચિન રાત્રે નાહુલી દોડી આવી હસ્મિતાના પરિવાર સાથે રાત્રે શોધખોળ કરી હતી. બીજા દિવસે બુધવારે દારૂઠા ખાડીમાં સવારે કપડાં ધોવા જતી મહિલાને યુવતીની લાશ દેખાતા પોલીસને જાણ કરતા પોલીસે ઘટના સ્થળ પર જઇ લાશને બહાર કાઢી તેની ઓળખ કરતા હસ્મિતા હોવાનું જણાયુ હતું. લાશને ભીલાડ સીએચસીમાં ખસેડી પરિવારને જાણ કરી હતી. ભીલાડ પોલીસે એડી નોંધી તપાસ હાથ ધરી છે. યુવતીના આપઘાતનું સાચું કારણ હાલ જાણવા મળ્યુ નથી.
Previous article
Next article

Leave Comments

Post a Comment

Ads Post 1

Ads Post 2

Ads Post 3

Ads Post 4

close