News
કપરાડાના પારસ કિરાણા સ્ટોરમાં ચેક કરતા અખાદ્ય ગોળ અને નવસારનો જથ્થો મળી આવ્યો આરોપી પારસ કુમાવત વર્ષ 2009માં અખાદ્ય ગોળના ગુનામાં ઝડપાઇ ચુક્યો હતો. જામીન ઉપર મુક્ત થાય બાદ ફરી અખાદ્ય ગોળ નું વેચાણ શરૂ કરી દીધું
વલસાડ LCBની ટીમને મળેલી બાતમીના આધારે કપરાડાના ઝંડા ચોક ખાતે આવેલી પારસ કિરાણા સ્ટોરમાં ચેક કરતા અખાદ્ય ગોળ અને નવસારનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે દુકાન સંચાલકની ધરપકડ કરી ગોળ અને નવસારનો જથ્થો મોકલનાર ઇસમોને વોન્ટેડ જાહેર કરી આગળની તપાસ હાથ ધરી છે. LCBની ટીમે કપરાડા પોલીસ મથકે ગુનો નોંધી આગળની તપાસ પારડી પોલીસને સોંપી છે.
વલસાડ LCBની ટીમને મળેલી બાતમીના આધારે કપરાડા ના ઝંડા ચોક ખાતે આવેલી પારસ કિરાણા સ્ટ્રોર અને દુકાનના ગોડાઉનમાં અખાદ્ય ગોળ અને નવસારનો વિપુલ પ્રમાણમાં જથ્થો રાખીને છૂટક વેચાણ કરી રહ્યો હોવાની બાતમી મળી હતી. જે બાતમીના આધારે વલસાડ LCBની ટીમે રેડ કરી અખાદ્ય ગોળ અને નવસારનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસે અખાદ્ય ગોળ, નવસાર અને ટેમ્પો મળી કુલ 7.75 લાખનો મુદ્દામાલ કબ્જે કરી દુકાન સંચાલક પારસ સુવાલાલ કુમાવત, ઉ.વ.38,ની અટક કરી હતી.
પોલીસે પ્રાથમિક પૂછપરછ કરતા અખાદ્ય ગોળ આપનાર છીપવાડમાં રહેતો હિતેશ તથા સુખલા રહેતા શંકરભાઇ તેમજ નવસારનો જથ્થો આપનાર તલાસરીના જગદીશભાઈને વોન્ટેડ જાહેર કરી 7.75 લાખનો મુદ્દામાલ કબ્જે કરી કપરાડા પોલીસ મથકે ગુનો નોંધી આગળની તપાસ પારડી PSIને સોંપી છે.
આરોપી પારસ કુમાવત વર્ષ 2009માં અખાદ્ય ગોળના ગુનામાં ઝડપાઇ ચુક્યો હતો. જામીન ઉપર મુક્ત થાય બાદ ફરી અખાદ્ય ગોળ નું વેચાણ શરૂ કરી દીધું હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે.
Previous article
Next article
Leave Comments
Post a Comment