News
રોટરેક્ટ ક્લબ ઓફ વાપી નો શપથવિધિ કાર્યક્રમ યોજાયો.
વાપી ખાતે છેલ્લા ઘણા વર્ષોથી સામાજિક સેવા સાથે સંકળાયેલા યુવાઓના સંગઠન રોટરેક્ટ ક્લબ ઓફ વાપીનો વર્ષ ૨૦૨૧-૨૨ માટેનો શપથવિધિ કાર્યક્રમ તા. ૦૧-૦૭-૨૦૨૧ ના રોજ હોટેલ ગેલેક્સી ખાતે યોજાયો હતો. જેમાં પ્રમુખ તરીકે પુજા શાહ અને તેમની ટીમ ની વરણી કરવામાં આવી હતી.
આ પ્રસંગે ક્લબના સભ્યો ઉપરાંત ઇન્સ્ટોલિંગ ઓફિસર તરીકે રોટરી ૩૦૬૦ ના ડી આર આર વત્સલ ખીમાસિયા ખાસ જામનગરથી ઉપસ્થિત રહ્યા હતા. મુખ્ય અતિથિ તરીકે પારડી વિભાગ ના ધારાસભ્ય શ્રી કનુભાઈ દેસાઈ, અતિથિ વિશષ તરીકે વાપી નગરપાલિકા ના પ્રમુખ શ્રી વિઠ્ઠલભાઈ પટેલ, વી આઈ એ ના સેક્રેટરી શ્રી સતીષ ભાઈ પટેલ તેમજ વાપી નોટીફાઇડ વિભાગ ભાજપ પ્રમુખ શ્રી હેમંતભાઈ પટેલ અને રોટરી ક્લબ ઓફ વાપીના પદાધિકારીઓ હાજર રહ્યા હતા.
નવા પ્રમુખ તરીકે શપથ લેનારા પ્રમુખ પૂજા શાહે જણાવ્યું હતું કે ક્લબ ના નેજા હેઠળ વાપી તેમજ આસપાસ ના વિસ્તાર માં ઘણા સેવાકીય કાર્ય થયા છે એ ઉપરાંત આગામી સમય માં મેડિકલ, એજ્યુકેશન અને પર્યાવરણ ને લગતા તેમજ ક્લબના સભ્યો ના પ્રોફેશનલ ડેવલપમન્ટ ને લગતા વિવિધ કાર્ય કરવામાં આવશે.
કાર્યક્રમ માં ઉપસ્થિત રોટરેક્ટ ક્લબ ઓફ વાપી ના પૂર્વ. પ્રમુખ અને સભ્યોએ નવી વણાયેલી ટીમ ને શુભેચ્છા પાઠવી હતી.
Previous article
Next article
Leave Comments
Post a Comment