News
ઉદવાડા રેલવે ફાટક પર મરામત ની કામગીરી ને લઇ 3 થી 12 જુલાઈ સુધી બંધ રહેશે પારડી, ઉદવાડા થી દમણ જતા વાહનચાલકો ને 8 થી 10 કી.મી. લંબાવવા પડતા પરેશાની નો સામનો કરવો પડશે
પશ્રિમ રેલવે વિભાગ દ્વારા હાલ રેલવે ફાટકો પર મરામત ની કામગીરી ચાલી રહી છે. જે અંતગર્ત પારડી તાલુકાના ઉદવાડા રેલવે ફાટક તા. 3 થી 12 જુલાઇ બંધ રહેશે. ફાટક બંધ રહેવાથી વાહન ચાલકોએ અન્ય માર્ગનો ઉપયોગ કરવો પડશે.
રેલવે વિભાગ દ્વારા ઉદવાડા રેલવે ફાટક પર 3 થી 12 જુલાઇ સુધી મરામત કામગીરીના કારણે બંધ રાખવાના બોર્ડ લગાવ્યા છે. જેથી પારડી,ઉદવાડાથી દમણ તરફ જતાં વાહન ચાલકોને 8 થી 10 કી.મી. લંબાવવા પડતા પરેશાની નો સામનો કરવો પડશે. જયારે અહીં રોજના ટ્રેન ની અવર જવર સમયે ફાટક બંધ પડતા વાહનો ની લાંબી કતારો લાગતી હોય છે અને લોકો લાંબા સમયથી ટ્રાફિક ની સમસ્યા નો સામનો કરી રહ્યા છે ત્યારે કાયમી ધોરણે આ સમસ્યા નો નિકાલ આવે એવી લોકો માંગ કરી રહ્યા છે.
મોતિવાડા બ્રિજ ની કામગીરી ઝડપી પૂર્ણ કરવા લોકોની માંગ ઉઠી રહી છે. તેમજ ખડકીથી ઉદવાડા તરફનો માર્ગ બિસમાર બનતા વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. બગવાડા ફાટક પાસે ઓવરબ્રિજ બનાવાની કામગીરી ચાલી રહી છે. બલીઠા ઓવરબ્રિજની કામગીરી ઠપ છે. સુરત,વલસાડ તરફથી દમણ તરફ જતા વાહન ચાલકો ઉદવાડા ફાટકથી જતાં હોય છે. જે હવે 3 થી 12 જુલાઇ સુધી ઉદવાડા ફાટક બંધ ના પાટિયા લાગતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડશે. ફાટક પાસે લગાવેલા બંધ ના પાટિયા જોતા રેલવે તંત્ર આજે પણ 19 મી સદી માં જીવી રહ્યા હોય તેવા બોર્ડ અહીં લગાવવામાં આવ્યા છે. જો કે 9 દિવસ સુધી ફાટક બંધ રહેવાના કારણે દમણ તરફ જતા પારડી ઉમરસાડી માર્ગ ઉપર ભારે વાહનોનો ઘસારો રહેશે. જેના કારણે એક ટ્રાફિક પોલીસ મુકવા માટે સ્થાનિક લોકોમાં બૂમ ઉઠી રહી છે. જેથી કરીને અકસ્માત થવાનો ડર સતાવી રહ્યો છે.
Previous article
Next article
Leave Comments
Post a Comment