News
સલવાવની, શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્વામિનારાયણ ફાર્મસી કોલેજ ની ઝળહળતી સિધ્ધિ
ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સીટી દ્વારા મે-૨૦૨૧ માં લેવાયેલી પ્રથમ બી.ફાર્મસી ના સેમેસ્ટર-૧ ની પરીક્ષાનું ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સીટી દ્વારા બુધવારે જાહેર કરેલ પરિમાણમાં શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્વામિનારાયણ ફાર્મસી કોલેજ દર વર્ષની જેમ જી.ટી.યુ. ટોપ ટેનમાં રહેવાની પરંપરા આ વર્ષે પણ વિદ્યાર્થીઓએ જાળવી રાખી છે, આ જાહેર થયેલા પરિણામમાં ચાર વિદ્યાર્થીઓ જી.ટી.યુ. ટોપટેનમાં આવતા સંસ્થાનું ગૌરવ વધાર્યું છે.
જેમાં સી.પી.આઈ વાઈઝ પરિણામ જોતા અક્ષત જૈન ૧૦.૦૦ માંથી ૧૦.૦૦ એસ.પી.આઈ, ભોજાની સોફીયા સીરાજભાઈ ૧૦.૦૦ માંથી ૧૦.૦૦ એસ.પી.આઈ, શેખ સલેહાબનો અનીસ ૧૦.૦૦ માંથી ૧૦.૦૦ એસ.પી.આઈ અને રોહિત હિમાલી રતિલાલ ૧૦.૦૦ માંથી ૧૦.૦૦ એસ.પી.આઈ સાથે સમગ્ર યુનીવર્સીટીમાં અગ્ર સ્થાન મેળવી સંસ્થાનું ગૌરવ વધારી સમગ્ર વલસાડ જીલ્લાનું નામ રોશન કર્યું છે. આવી ઝળહળતી સિદ્ધિ બદલ શ્રી સ્વામિનારાયણ સંસ્થાના સ્થાપક. પ. પૂજ્ય. પુરાણી સ્વામી કેશવચરણદાસજી, મેનેજીંગ ટ્રસ્ટી પ. પૂજ્ય. પુરાણી સ્વામી કપિલજીવનદાસજી, પૂ. રામસ્વામીજી, સંસ્થાના ટ્રસ્ટી શ્રી. બાબુભાઈ સોડવડીયા તથા અન્ય ટ્રસ્ટીશ્રીઓ, કેમ્પસ એકેડેમિક ડિરેક્ટર ડો. શૈલેશ વી. લુહાર, કેમ્પસ એડમીન ડિરેક્ટર શ્રી. હિતેન બી. ઉપાધ્યાય અને આચાર્ય ડૉ. સચિન બી. નારખેડે તેમજ સ્ટાફે વિદ્યાર્થીઓને અભિનંદન આપી ભવિષ્યમાં પણ આવી જ ઉજ્વળ પ્રગતિ કરો એવી શુભેચ્છા પાઠવી.
Previous article
Next article
Leave Comments
Post a Comment