News
કલગામ એસ.આર.પી કેમ્પના વાયરલેસ પી.એસ.આઇ સહિત બે જણા કારમાં દારુલાવતા પકડાતા પોલીસ બેડામાં ચકચાર મચી ગઇ ફુલ રૂપિયા 327700 નો મુદ્દામાલ ભીલાડ પોલીસે કબજે કરી વધુ તપાસ હાથ ધરી
ઉમરગામ તાલુકાના કલગામ એસ.આર.પી.કેમ્પ ના વાયરલેસ પી.એસ.આઇ પ્રવીણ બાંગલે શહીત બે જણા દમણથી કારમાં દારૂ ભરીને આવતા હતા ત્યારે બામણ પૂજા ચેકપોસ્ટ ઉપર પોલીસના હાથે પકડાતા ચકચાર મચી જવા પામી હતી પોલીસે રૂપિયા 19200નો દારૂ તથા કાર મળી કુલ રૂ 329700નો મુદ્દામાલ કબજે કર્યો છે.
પોલીસ સૂત્રો પાસેથી મળતી જાણકારી મુજબ ઉમરગામ તાલુકાના કલગામ એસ.આર.પી.કેમ્પ 14 ખાતે વાયર લેસ પીએસઆઈ તરીકે ફરજ બજાવતા પ્રવીણભાઈ બાંગલે ઉ,વ 52 રહે મોગરાવાડી વલસાડ અને પ્રીતમ શંકર પટેલ ઉ. વ 22 અટગામ વાળી ફરિયાદ જી. વલસાડના ઓ દમણથી દારૂ ભરીને હોન્ડા કંપનીની સિવિક કાર નંબર D D 03 N 0005 માં આવતા બામણ પૂજા પોલીસ ચેકપોસ્ટ પાસે પોલીસે તેને અટકાવી ગાડી ચેક કરતા ગાડીમાંથી દમણ બનાવટની વિસકી બિયર ટીન વગેરે રૂપિયા 19200 ની કિંમતનો દારૂનો જથ્થો મળી આવતા અટક કરવામાં આવી હતી અને મોબાઈલ ત્રણ લાખની કિંમતની કાર અને મોબાઇલ મળી 329700 નો મુદ્દામાલ કબજે કરી ગુનો નોંધી વધુ તપાસ પોલીસે હાથ ધરી હતી
Previous article
Next article
Leave Comments
Post a Comment