News
34 હજારની રકમનો ચુનો લગાડી છેતરપિંડીના કેસમાં વલસાડ સાઇબર પોલીસે સુરતના 6 આરોપીને ઝડપી પાડતા મહત્વની સફળતા સાંપડી
વલસાડના મોગરાવાડીના એક યુવાનના મોબાઇલ ઉપર ઇન્સ્ટાગ્રામ એપ્લિકેશનના માધ્યમથી અજાણ્યા ઇસમોએ રૂ.34 હજારની રકમનો ચુનો લગાડી છેતરપિંડીના કેસમાં વલસાડ સાઇબર પોલીસે સુરતના 6 આરોપીને ઝડપી પાડતા મહત્વની સફળતા સાંપડી છે. મોબાઇલધારક યુવાનો માટે લાલબત્તી સમાન આ કિસ્સામાં આરોપીઓ ભોગ બનનારના ID ઉપર રોકાણનું ફોન પે એપ્લિકેશન દ્વારા ઓનલાઇન પેમેન્ટ ટ્રાન્સફર કરાવી નાણાં કમાવવાનો ડીજીટલ કિમીયો અજમાવી લોકોને ચુનો ચોપડતા હતા.
વલસાડના મોગરાવાડીના યુવાન સાથે ઓનલાઇન 34 હજાર રોકાણના છેતરપિંડીના કિસ્સામાં વલસાડ જિ. સાયબર ક્રાઇમની પોલીસ એલર્ટ થઇ ગઇ હતી. આ સાયબર ગુનાને ઉકેલવા માટે પોલીસે ટેક્નિકલ એનાલિસિસ કરી બેનિફિશ્યરી એકાઉન્ટ ધારકો સુંધી પહોંચી સુરતના 6 આરોપીને સિકંજામાં લીધા હતા. અહમદ રઝા ઉર્ફ છબો અસ્લમ નુરાણી નામનો આરોપી ખોટું નામ ધારણ કરી ડિજિટલ વર્લ્ડમાં ચેતન જરીવાલા તરીકે ઓળખ આપતો હતો. જેને શોધવું પોલીસ માટે મુશ્કેલ હતું. આ આરોપીઓની આખી ચેઇન મારફત છેવટે નાણાં અનસ નેનપુરવાલા આરોપીનાના ખાતાંમાં જતા હતા.
આ ઓર્ગનાઇઝ્ડ ક્રાઇમની તળિયાઝાટક તપાસમાં એડિ.ડીજીપી સુરત વિભાગના ડો.એસપી રાજકુમાર, એસપી ડો.રાજદિપસિંહ ઝાલાની સૂચના હેઠળ ડીવાયએસપી મનોજસિંહ ચાવડાના માર્ગદર્શનથી વલસાડ સાઇબર ક્રાઇમ પીઆઇ વી.એચ.જાડેજા, પીએસઆઇ જે.જી.મોડ, આર.બી.વનાર, એએસઆઇ રાહુલ, મિતેશકુમાર, નિલેશ પંકજભાઇ, હે.કો.દિપક પંડિતરાવ વિગેરની ટીમ આરોપી સુધી પહોંચી ગઇ હતી.
ઇન્સ્ટાગ્રામ આઇડી, વેબસાઇટ અને ઇમેઇલ આઇડી જેવા કોમ્યુનિકેશન રિસોર્સના માધ્યમનો દુરૂપયોગ કરી રૂપિયા કમાવવાનો કિમીયો આરોપી યુવાનોએ શોધી કાઢી સાયબર ક્રાઇમના રવાડે ચઢી ગયા હતા. એસપી ડો.ઝાલાએ જણાવ્યું કે, આ ગુના માટે આરોપીઓ ડિજિટલ વોલેટ બનાવી એક ચેઇન મારફત નાણાં ટ્રાન્સફર કરાવી છેતરપિંડી કરતાં હતા.
પાંચ લેયરમાં ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ થતું, દાનિશ પ્રિઓક્યુપાઇડ સીમ કાર્ડ વેચતો એસપી ડો.રાજદિપસિંહ ઝાલાએ જણાવ્યું કે,દાનીશ નામનો આરોપી હાલે વોન્ટેડ છે,જે પ્રિઓક્યુપાઇડ સીમકાર્ડ પ્રોવાઇડર હતો.આ સીમકાર્ડ રૂ.3500માં વેચતો હતો.સીમકાર્ડ બનાવવા ગ્રાહકો પાસેથી આધારકાર્ડ સહિતના ડોક્યુમેન્ટો મેળવી તેના આધારે તેઓ ડિજિટલ વોલેટ બનાવી નાણાં રોકાણ કરાવી પે ફોન એપ્લિકેશનથી નાણાં ટ્રાન્સફર કરાવી ઉલેચી લેતા હતા.દાનિશ છત્રી લઇને સીમકાર્ડ વેચતો હતો.ગ્રાહકોને ભટકાવી પેપર ડાઉનલોડમાં લેટ થાય છે,ઇમેલથી રજિસ્ટ્રેશન કરી લઇ વોલેટ ચાલૂ કરી ચેતન પ્રિઓક્યુપાઇડ સીમ ચાલૂ કરતો હતો.સીમમાં વોલેટ બીજાના નામે હોય જેથી પોલીસ પકડમાં આવી ન શકે.દાનિશ આ સીમકાર્ડ અહમદને આપતો અહમદ ચેતન નામે સીમકાર્ડ આપતો આમ 5 લેયરમાં આ ક્રાઇમ થતો હતો.
Previous article
Next article
Leave Comments
Post a Comment