ટેમ્પો ચાલકની બેદરકારીને લઈને મુંબઇ અમદાવાદ રોડ ઉપર દોડી રહેલી ટ્રક સાથે અકસ્માત સર્જ્યો જેને લઈને ડીઝલ ટેન્કમાં સ્પાર્ક થવાથી આગ લાગી

વલસાડ જિલ્લાના પારડી હાઇવે ઉપર આવેલા ચંદ્રપુર ગામ પાસે સોમવારે મોડી રાત્રે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં પારડી બ્રિજ પાસે રોંગસાઈડમાં આવી રહેલા ટેમ્પો ચાલકની બેદરકારીને લઈને મુંબઇ અમદાવાદ રોડ ઉપર દોડી રહેલી ટ્રક સાથે અકસ્માત સર્જ્યો હતો. ટ્રકની કેબિન અને ટેમ્પોની કેબિન એક બીજા સાથે અથડાઈ હતી. જેને લઈને ડીઝલ ટેન્કમાં સ્પાર્ક થવાથી આગ લાગી હતી.
અકસ્માતમાં એક ટેમ્પો અને એક ટ્રક જોત જોતામાં સળગવા લાગી હતી. જેને લઈને મુંબઈ અમદાવાદ હાઇવે બ્લોક કરી બ્રિજ પાસેથી ડાયવરઝન આપ્યું હતું. ટ્રકમાં આવેલી ડીઝલ ટેન્કમાં સ્પાર્ક થવાથી આગની ઘટના બની બની હોવાનું વાહન ચાલકોએ જણાવ્યું હતું. ટ્રકની ડીઝલ ટેન્કમાં સ્પાર્ક થવાને લઈને ટ્રકમાં આગ ભભૂકી ઉઠી હતી. જોતજોતામાં આગે ભયાનક રૂપ ધારણ કરી લીધું હતું. સ્થાનિક ચંદ્રપુરના સેવ લાઈફના યુવાનોએ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગમાં દાજી રહેલા 2 ઇસમોને ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા.
આગની ઘટનાને લઈને હાઇવે જામ થઈ ગયો હતો. ઘટનાની જાણ સ્થાનિક લોકોને થતા તાત્કાલિક ટ્રકમાં લાગેલી આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધરાયો હતો. ટ્રકમાં લાગેલી આગની જ્વાળાઓએ ટ્રકમાં સવાર 2 ટ્રક ચાલકોને આગની ઝપેટમાં લઈ લીધા હતા. ચંદ્રપુરના સ્થાનિક લોકોએ એક ટ્રક ચાલકને બચાવી ખાનગી વાહનમાં નજીકની હોસ્પિટલ ખસેડવાનો પ્રયાસ હાથ ધર્યો હતો.
પરંતુ આગની જ્વાળાઓએ તેનો જીવ લઈને શાંત થઈ હતી. બનાવની જાણ વલસાડ અને પારડીના ફાયર ફાઈટરની ટીમને થતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો.
Previous article
Next article

Leave Comments

Post a Comment

Ads Post 1

Ads Post 2

Ads Post 3

Ads Post 4

close