News
પારડી ખડકી રેમન્ડ કંપનીમાં રક્તદાન કેમ્પમાં 50 થી વધુ રક્ત ની બોટલ એકત્ર કરવાનો ટાર્ગેટ : રક્તદાતાઓને ગિફ્ટ આપી પ્રોત્સાહિત કરાયા
વૈજ્ઞાનિક ભલે ગમે તેટલા આગળ હોય છતાં કુદરતે આપેલ લોહીને આજસુધી બનાવી શકયા નથી. લોહી માત્ર શરીરમાં જ બનતું હોય છે.
કોરોના મહામારી માં લોકો ને લોહીની અછત ન વર્તાય અને જરૂરિયાતમંદને રક્ત મળી રહે તે માટે સૌ કોઈ વ્યક્તિ તેમજ સંસ્થા, કંપનીઓ ની રક્તદાન કરવાની જવાબદારી બનતી હોય છે ત્યારે આજરોજ શનિવારના પારડી ખડકી હાઇવે રેમન્ડ કંપની ખાતે દર વર્ષે રક્તદાન કેમ્પનું કંપનીના અધિકારી તેમજ કર્મચારી ગણ દ્વારા કેમ્પનું આયોજન કરવામાં આવતું હોય છે.
. તસવીર અક્ષય દેસાઈ
જેમાં કંપનીના ડાયરેક્ટર અવધૂત બંબાવળેકર , જીએમ અજય બલદુવા , અને એચ.આર. શૈલેષ દેસાઈ વગેરે નો સહયોગ રહ્યો હતો. રક્તદાન કેમ્પમાં 50 થી વધુ બોટલ રક્ત એકત્ર કરવાનો ટાર્ગેટ રાખવામાં આવ્યો હતો.
રક્તદાન કેમ્પમાં મેડિકલ ની સેવા માનવ આરોગ્ય સેવા કેન્દ્ર પારડી ના ચેરમેન દિનેશભાઇ સાકરીયા, ટ્રસ્ટી ડૉ એમ એમ કુરેશી, સંજય બારીયા વગેરે ની ટીમે સેવા બજાવી હતી. રક્તદાન કરનાર સ્ટાફ-કર્મચારીઓને ગિફ્ટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
Previous article
Next article
Leave Comments
Post a Comment