દક્ષિણ ફિલિપિન્સમાં એક સૈન્ય વિમાન ક્રેશ થયું છે અને એમાં કમ સે કમ 85 લોકો સવાર હતા. આ અકસ્માતમાં 40લોકોને વિમાનના સળગી રહેલા કાટમાળ માંથી બચાવી લેવામાં આવ્યા
જનરલ સિરિલિટો સોબેજાનાએ સમાચાર સંસ્થા એએફપીને કહ્યું કે, સી-130 વિમાન સુલુ પ્રાંતના જોલો ટાપુ પર લૅન્ડ કરતી વખતે દુર્ઘટનાગ્રસ્ત થયું છે.આ અકસ્માતમાં 40લોકોને વિમાનના સળગી રહેલા કાટમાળ માંથી બચાવી લેવામાં આવ્યા છે અને હૉસ્પિટલ લઈ જવામાં આવ્યા છેઆ ઘટનામાં 17 લોકો મૃત્યુ પામ્યાં છે.
સોબેજાનાએ કહ્યું કે, રાહત અને બચાવ કર્મચારીઓ ઘટનાસ્થળે છે અને અમે પ્રાર્થના કરીએ છીએ કે વધારે લોકોને બચાવી શકાય.એએફપી અનુસાર વિમાનમાં સવાર અનેક પ્રવાસીઓએ તાજેતરમાં સૈન્ય શિક્ષણમાં સ્નાતકની પદવી મેળવી હતી અને એમને મુસ્લિમ બહુમતીવાળા અશાંત વિસ્તારોમાં ચરમપંથીઓ સામેની એક ટાસ્ક ફોર્સમાં તહેનાત કરવામાં આવી રહ્યા હતા.
ઉલ્લેખનીય છે કે દક્ષિણ ફિલિપિન્સમાં અનેક ચરમપંથી સમૂહો છે અને ત્યાં મોટી સંખ્યામાં સૈનિકોને તહેનાત કરવામાં આવે છે.સુલુના મુખ્ય શહેર જોલોમાં ઍરપોર્ટ પહાડી વિસ્તારથી નજીક છે.જનરલ સિરિલિટો સોબેજાનાએ કહ્યું કે, ખૂબ દુર્ભાગ્યની વાત છે કે વિમાન રન-વે ચૂકી ગયું અને તેને સંભાળવાની કોશિશ નિષ્ફળ નીવડી.અકસ્માત સમયે મધ્ય ફિલિપિન્સ માં વરસાદ હતો પણ આ ઘટના ખરાબ મોસમને કારણે બની છે નહીં તે હજી સ્પષ્ટ નથી.
સુલુના મુખ્ય શહેર જોલોમાં ઍરપોર્ટ પહાડી વિસ્તારથી નજીક છે. અહીં સેના અબૂ સય્યફ નામના એક ચરમપંથી સમૂહ સામે સંઘર્ષરત છે. આ જૂથના અમુક ચરમપંથી ઓએ પોતાને ઇસ્લામિક સ્ટેટ સાથે જોડી લીધા છે.
Previous article
Next article
Leave Comments
Post a Comment