News
સુરત પોલીસે કુખ્યાત વાહન ચોર ગેંગને ઝડપી સુરત પોલીસે કુલ 200 કાર કબજે કરી છે.પોલીસે ગુનાની દુનિયાના બેતાજ બાદશાહ કહી શકાય એવી એક ગેંગનો પર્દાફાશ કર્યો
સુરત પોલીસના ઇકોનોમી સેલ દ્વારા આ કામગીરી કરાઇ
સુરત પોલીસે ગુનાની દુનિયાના બેતાજ બાદશાહ કહી શકાય એવી એક ગેંગનો પર્દાફાશ કર્યો છે. સુરતના પોલીસ કમિશનરે આ મુદ્દે પ્રેસ કૉંફરેન્સ કરીને માહિતી આપી છે.
સુરતમાં રાજ્ય વ્યાપી કાર ભાડે લઈ અલગ અલગ લોકોને ગાડીઓ વેચી અથવા તો ગીરવે મુકવાનું કૌભાંડમાં પોલીસે 200 જેટલી કાર કબજે કરી છે ,માત્ર એક જ વ્યક્તિ દ્વારા સુરતના અલગ અલગ લોકો પાસે 260 થી વધુ ગાડીઓનું કૌભાંડ કરવામાં આવ્યું.જે બાબતે સુરત ઇકો સેલમાં ફરિયાદ નોંધવામાં આવી હતી.
સુરત પોલીસે હાલમાં 200 ગાડી રિકવર કરી છે
ગુજરાત માં ચોરી અને લૂંટપાટના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. ત્યારે સુરત અને પાસના વિસ્તારોમાં કાર ચોરી સાથે જોડાયેલી ગેંગ છેલ્લા કેટલાય સમયથી તરખાટ મચાવી રહી હતી. સુરત પોલીસે એક બે નહીં 200 કાર રિકવર કરી છે. આટલું જ નહીં 22 કાર તો કોર્ટના હુકમ બાદ મૂળ માલિકોને પરત પણ આપી દીધી છે. નોંધનીય છે કે આ ગેંગ પહેલા ભાડે વાહનો લઈને બારોબાર વેચી નાંખતા, બોટાદ,સુરત,કામરેજ,ધોળકા સહિતના શહેરોમાં આ કાર વેચવામાં આવી હતી. સુરત પોલીસના ઈકોનોમી સેલ દ્વારા સમગ્ર કાર્યવાહી કરવામાં આવી છે.
ભાડે વાહનો લઈને બારોબાર વેચતા હતા શખ્સો
સુરત માંથી રાજ્યવ્યાપી કાર ભાડે આપવાનું કૌભાંડ સામે આવ્યું જેમાં એક વ્યક્તિ દ્વારા કાર બારોબાર ગીરવે મૂકી કરોડો રૂપિયાનું ફુલેકુ ફેરવી દેતા શહેરમાં ફરિયાદીનો દોડધામ થઈ ગઈ હતી. સુરત ઇકો સેલમાં જે ફરિયાદ નોંધાઇ છે જેમાં આરોપી કેતુલ પરમાર જે મૂળ બનાસકાંઠા અને સુરતના કામરેજ ખાતે આવેલ લાસકાણા ખાતે રહેતો છે જે પહેલા તેને ફરિયાદીઓ પાસે ઝઘડિયા માં આવેલી ટી જી સોલાર કંપની ઝઘડિયા ખાતે કારો ભાડે મુકવાની હોવાથી તે બાબતે 264 ગાડીઓ લોકો પાસે કરાર કરાવી ભાડે રાખી હતી અને આ કૌભાંડી કેતુલ પરમારે સૌ પ્રથમ લોકોને સમયસસર કરારમાં નક્કી કરેલ મુજબ ભાડું ચૂકવતો પણ હતો.
સુરત પોલીસ ના ઇકોનોમી સેલ દ્વારા સતત મહેનત કરી અને ખાસ કરી ને 200 જેટલી કાર ક્યાં વિસ્તારમાં ફરી રહી છે અથવા વેચી નાખવામાં આવી છે તેની વિગતો મેળવી કુલ 200 કાર કબજે કરી છે જે પૈકી 22 કાર કોર્ટના ઓર્ડર બાદ મૂળ માલિકોને પરત આપવામાં આવી છે તેની સાથે સાથે હાલ માં અન્ય 60 જેટલી કાર તેમના મૂળ માલિકોને પરત આપવા માટે કાર્યવાહી ચાલુ હોવાનું પોલીસ કમિશ્નર અજયકુમાર તોમરે જણાવ્યું હતું આરોપી કેતુલ બોટાદ, ભાવનગર, ધોળકા, ધંધુકા, ઘોઘા, રાજકોટ, જામનગર, અમદાવાદ , કામરેજ, બારડોલી, સુરત, મહારાષ્ટ્ર ના નંદુરબાર, જલગાઉં, નવપુર ના ગ્રામ્ય વિસ્તારો માં કાર વેચવામાં કે ગીરવે મુકવામાં આવી હતી.
Previous article
Next article
Leave Comments
Post a Comment