News
ગતરાત્રીના વાપી ગુંજન ખાતે આવેલ એચડીએફસીના atm તોડવા આવેલા અપરાધીઓ પોલીસની નાઇટ પેટ્રોલિંગ ની ગાડી આવી જતા ચોરટાઓ ઉભી પૂંછડીએ ભાગ્યા.
વલસાડ જિલ્લા પોલીસ વડા તરીકે ડો, રાજદીપસિંહ ઝાલા એ ચાર્જ સંભાળ્યા બાદ જીલ્લામાં બનતી ગુનાહિત પ્રવૃત્તિ કરનાર લોકોમાં જિલ્લા પોલીસનો ફફડાટ ફેલાયો છે જિલ્લામાં બનતા મોટાભાગના ગુનાઓ જિલ્લા પોલીસ દ્વારા શોધી કાઢી આરોપીઓને જેલ ના સળિયા ગણતા કરી દીધા છે.
જેમાં ગત રાત્રિ દરમિયાન વાપીના ગુંજન વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ગુંજન ખાતે આવેલા એચડીએફસી બેન્કના એટીએમ માં અમુક લોકો એટીએમ તોડવાની કોશિશ કરી રહ્યા હતા તે દરમિયાન પોલીસની ગાડી આવી જતાં તેઓ પોલીસને જોઇને નાસી ગયા હતા પોલીસ પેટ્રોલિંગ ના માણસોએ એટીએમમાંથી અમુક લોકો દોડતા બહાર જવાના દ્રશ્ય જોતા પોલીસે ગાડી એટીએમ નજીક રાખી તપાસ કરતા સામે આવ્યું હતું કે એટીએમ નું રૂપિયા રાખવાનું ખાના નો આગળ નો ભાગ કોઈ તિક્ષણ હથિયાર વડે ખોલી અંદર ના ડ્રોવર ખોલવા ની કોશિશ કરી રહ્યા હતા પરંતુ પોલીસની નાઇટ પેટ્રોલિંગ ના હિસાબે આ atm તૂટતા તૂટતા રહી ગયું હતું અને ચોરટાઓ નો આ પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો.
આ સમગ્ર ઘટનાની વિગત માટે જીઆઇડીસી પોલીસ મથકના પી.એસ.ઓ એ જણાવ્યું હતું કે હાલ સુધી કોઈ ગુનો દાખલ કરવામાં આવ્યો નથી અને આ બાબતની જાણ વાપી જીઆઇડીસી પોલીસના અધિકારીઓને કરવામાં આવી છે
ઘટનાની જાણ થતાં જ જીઆઇડીસી પોલીસ દ્વારા ઘટના વાળી જગ્યાએ જઇ સીસીટીવી ફૂટેજ કબજે કરી એચડીએફસી બેંકના મેનેજર સાથે વાતચીત કરી હતી અને એટીએમ તોડવા આવનાર અપરાધીઓની ઓળખ માં માટે ચક્રો ગતીમાન કરી તપાસ હાથ ધરી હતી.
Previous article
Next article
Leave Comments
Post a Comment