વલસાડ જિલ્લા કલેકટર શ્રી ક્ષિપ્રા અગ્રે આજે વાપી મામલતદાર કચેરીની સરપ્રાઇઝ વિઝિટ કરી હતી

તાજેતરમાં વલસાડ જિલ્લાના કલેકટરશ્રી આર . આર . રાવલ તા . ૩૦ મી જૂને વયનિવૃત્ત થતાં જિલ્લા કલેકટર શ્રી વલસાડ તરીકે બઢતીથી નવનિયુકત થયેલા વર્ષ ૨૦૧૩ની બેચના સુશ્રી ક્ષિપ્રા અગ્રે( આઇ.એ.એસ. ) એ આજે તા . ૦૧ લી જુલાઇના રોજ તેમના વલસાડ કલેકટર તરીકેનો હોદ્દાનો સંભાળી લીધો હતો 
            જે બાદ આજે જિલ્લા કલેકટરશ્રી અગ્રે વાપી મામલતદાર હોફીસ ની સરપ્રાઇઝ ચેકિંગ માં આવ્યા હતા જેમાં પ્રથમ તેઓએ મામલતદાર ઓફિસમાં  મામલતદાર ની ટીમ સાથે ટૂંકી મિટિંગ કરી હતી ત્યારબાદ કચેરી ખાતેના અલગ અલગ વિભાગોની મુલાકાત લીધી હતી.
જેમાં  ઈ-ધરા કેન્દ્ર, રાશન કાર્ડ વિભાગ, ચૂંટણી શાખા, જન સેવા કેન્દ્ર, પુરવઠા શાખા, આધાર કાર્ડ વિભાગ, મધ્યાન ભોજન યોજના વિભાગ જેવા વિભાગોની રૂબરૂ મુલાકાત લીધી હતી 
વાપી કચેરી ના ગ્રામીણ મામલતદાર પ્રશાંત પરમાર અને શહેર ડી,એમ,મહાકાલ મામલતદાર ને લોકોને પડતી મુશ્કેલી જેમ બને તેમ જલ્દીથી દૂર કરવા માટે ટકોર કરી હતી સાથે સાથે વિકલાંગ બાથરૂમ , મહિલા બાથરૂમ, પીવાના પાણીની સુવિધા અને સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત સફાઇનું ખાસ ધ્યાન રાખવા માટે બંને મામલતદારને કડક સૂચના આપી હતી 
એ સિવાય શહેર કે ગામમાંથી આવતા લોકોને પોતાનું વાહન વ્યવસ્થિત જગ્યાએ ઉભો રાખી શકે અને લોકોને કોઇપણ જાતની તકલીફ વગર તેમનું કામ સરળતાથી કામ થઈ જાય તેના ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાનું જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું.
Previous article
Next article

Leave Comments

Post a Comment

Ads Post 1

Ads Post 2

Ads Post 3

Ads Post 4

close