વલસાડની મહિલા આઇ.ટી.આઇ.માં પ્રવેશ મેળવો

માહિતી બ્‍યુરોઃ વલસાડ તા.૦૫:.વલસાડની મહિલા ઔદ્યોગિક તાલુકા તાલીમ સંસ્‍થા ખાતે વિવિધ વ્‍યવસાયો માં પ્રવેશસત્ર ઓગસ્‍ટ-૨૦૨૧ના પ્રથમ રાઉન્‍ડ માટે ઓનલાઇન https://itiadmission.gujarat.gov.in/ વેબસાઇટ ઉપર ફોર્મ ભરી જે સંસ્‍થા ખાતે પ્રવેશ મેળવવા ઇચ્‍છતા હોય તે સંસ્‍થા ખાતે રૂા.૫૦/- રજિસ્‍ટ્રેશન ફી સાથે જરૂરી પ્રમાણપત્રો સહિત રજિસ્‍ટ્રેશન કરાવવાનું રહેશે. પ્રથમ રાઉન્‍ડ માટે ઓનલાઈન પ્રવેશ ફોર્મ ભરવાનું તા.૦૩/૦૭/૨૦૨૧થી શરૂ કરવામાં આવ્‍યું છે,
જેની છેલ્લી તારીખ ૨૦/૦૭/૨૦૨૧ છે. આ પ્રવેશ ફોર્મ આઈ.ટી.આઈ ખાતે રજીસ્‍ટર્ડ કરવાની છેલ્લી તારીખ ૨૧/૦૭/૨૦૨૧ને સાંજના ૧૭:૦૦ કલાક સુધી રહેશે. જેનું મેરીટ લીસ્‍ટ ૨૩/૦૭/૨૦૨૧ના રોજ પ્રસિદ્ધ કરાશે. પ્રવેશવાંચ્‍છુ ઉમેદવારોને વધુ જાણકારી માટે ઔદ્યોગિક તાલીમ સંસ્‍થા-મહિલા, લીલાપોર, જુના પુલ પાસે ઔરંગા રોડ, વલસાડનો રૂબરૂ અથવા ફોન નંબર-૦૨૬૩૨- ૨૪૦૬૬૭ ઉપર સંપર્ક સાધવા જણાવાયું છે.
Previous article
Next article

Leave Comments

Post a Comment

Ads Post 1

Ads Post 2

Ads Post 3

Ads Post 4

close