News
માજી પ્રમુખ અને એડવાઈઝરી બોર્ડ મેમ્બર શ્રી પ્રકાશ ભદ્રા અને વી.આઈ.એ.ની ટીમે ગાંધીનગર ખાતે જી.પી.સી.બી.ના અધ્યક્ષશ્રી સાથે મુલાકાત લીધી
3 જુલાઈ 2021 ના રોજ વી.આઈ.એ.ખાતે જી.પી.સી.બી.ના ચેરમેન શ્રી સંજીવ કુમાર IAS સાહેબ સાથે 91 ઉદ્યોગોને લગતા મુદ્દાઓ પર થયેલ ચર્ચા ના સંદર્ભમાં ગઈ કાલે વી.આઈ.એ.ના માજી પ્રમુખ અને એડવાઈઝરી બોર્ડ મેમ્બર શ્રી પ્રકાશ ભદ્રા અને વી.આઈ.એ.ની ટીમે ગાંધીનગર ખાતે જી.પી.સી.બી.ના અધ્યક્ષશ્રી સાથે મુલાકાત લીધી હતી,
જેમાં વિસ્તૃત ચર્ચા વિચારણા ને અંતે આ 91 ઉદ્યોગોને લગતા મુદ્દાઓનો સકારાત્મક ઉકેલ લાવવાની ખાતરી આપવામાં આવી હતી, ઉપરાંત જયારે જી.પી.સી.બી. દ્વારા ઉદ્યોગોને ક્લોઝર આપવામાં આવે છે ત્યારે કમ્પલેનશ પછી જે રીવૉકેશનની પ્રક્રિયા ચાલે છે તે ખુબ જ જટીલ અને સમય વેડફનારી હોય છે, આ સંદર્ભે પણ સકારાત્મક નિર્ણય આપતા આ તમામ રીવૉકેશનની પ્રક્રિયા ટૂંક સમયમાં ઓનલાઇન કરવાની ખાતરી આપવામાં આવી હતી.
Previous article
Next article
Leave Comments
Post a Comment