પશ્ચિમ રેલવેના વડોદરા ડિવિઝનના વડોદરા, આણંદ, નડિયાદ, ભરૂચ અને અંકલેશ્વર સ્ટેશન ઉપર પ્લેટફોર્મ ટિકિટના દર રૂ.૩૦ ૨હેશે જ્યારે અન્ય સ્ટેશનો ઉપર રૂ.૨૦ ૨હેશે.

પશ્ચિમ રેલવેએ પ્લેટફોર્મ ટિકિટનો દર વધાર્યો છે. દર 10 રૂપિયાથી વધારીને 30 રૂપિયાનો વધારો કર્યો છે. કોરોના મહામારી દરમિયાન પ્લેટફોર્મ પર લોકોની ભીડના થાય તે માટે નિણર્ય લેવાયો છે. જે 22 ઓગસ્ટ સુધી નવો દર અમલમાં રહેશે. વડોદરા રેલવે સ્ટેશને પ્લેટફોર્મ ટિકિટ આપવાનો પ્રારંભ થયો છે. પશ્ચિમ રેલવેના વડોદરા ડિવિઝનના વડોદરા, આણંદ, નડિયાદ, ભરૂચ અને અંકલેશ્વર સ્ટેશન ઉપર પ્લેટફોર્મ ટિકિટના દર રૂ.૩૦ ૨હેશે જ્યારે અન્ય સ્ટેશનો ઉપર રૂ.૨૦ ૨હેશે.
રેલવેએ આ વધારો કોરોનાનુ બહાનું આગળ ધરીને કર્યો છે. રેલવે તંત્રનું કહેવુ છે કે કોરોનાની ત્રીજી લહેરની આશંકા છે એટલે રેલવે સ્ટેશનો ઉપર ભીડ એકઠી ના થાય તે માટે પ્લેટફોર્મ ટિકિટના દરમાં વધારો કરાયો છે.
મુસાફર સાથે તેમના કોઇ સાથીદાર હોય તો તે સામાન ચઢાવી ઉતારી શકે આથી પેસેન્જર્સ એસોસિએશનો દ્વારા આ અંગે રજૂઆત કરાતા પ્લેટફોર્મ ટિકિટ ફરી શરૂ કરાઇ છે.
કોરોના લહેર સમય દરમિયાન આ રેલવે પર ફેબ્રુઆરી ૨૦૨૧થી પ્લેટફોર્મ ટિકિટનું વેચાણ જ બંધ કરી દીધું હતું અને મુસાફર સિવાય અન્ય કોઇને સ્ટેશન ઉ૫૨ પ્રવેશવા આપવા પર પ્રતિબંધ રાખવામાં આવ્યો હતો.
આ ન્યૂઝ અને તેની તસવીરો ફાઈલ તસવીર છે સૌજન્ય સોશિયલ મીડિયા
Previous article
Next article

Leave Comments

Post a Comment

Ads Post 1

Ads Post 2

Ads Post 3

Ads Post 4

close