News
પડદા પાછળ ની કહાની : 'એક ફિલ્મમાં મને છેલ્લી ઘડીએ હાંકી કાઢવામાં આવી હતી. મને કારણ એવું આપવામાં આવ્યું કે હું લીડ એક્ટ્રેસ કરતાં વધારે સુંદર છું. પ્રીતિ સૂદ વેબ સિરીઝ 'આશ્રમ' ફૅમ એક્ટ્રેસ
બોલિવૂડની ચમકદમક પાછળી કડવી હકીકત રહેલી છે. બોલિવૂડમાં ઘણાં સેલેબ્સે કાસ્ટિંગ કાઉચનો સામનો કર્યો છે. ઘણીવાર સેલેબ્સ ઇન્ટરવ્યૂમાં આ દર્દનાક અનુભવ અંગે વાત કરે છે. હાલમાં જ વેબ સિરીઝ 'આશ્રમ'માં સનોબરનું પાત્ર ભજવનાર પ્રીતિ સૂદે કાસ્ટિંગ કાઉચ અંગે વાત કરી હતી.
પ્રીતિ સૂદે કહ્યું હતું, કે 'ઓડિશન દરમિયાન મારે અનેકવાર રિજેક્શનનો સામનો કરવો પડ્યો હતો. કોઈક મને એવું કહેતું કે હું આ રોલ માટે બની નથી, કારણ કે હું બહુ નાની અથવા તો ઘરડી છું. મારા મનમાં અનેક સવાલ હતા, પરંતુ તેના જવાબ નહોતા. મને ઘણું જ ખરાબ લાગતું હતું.'
પ્રીતિ સૂદે વધુમાં કહ્યું હતું, 'હું એકવાર ફિલ્મમેકરને મળવા ગઈ હતી. મેં ઘણાં જ સામાન્ય કપડાં પહેર્યાં હતાં, કારણ કે મને કોઈએ પહેલાં એવું કહ્યું હતું કે આવા જ કપડાં પહેરીને જવું. જોકે, જ્યારે હું અંદર ગઈ તો ફિલ્મ મેકરની વાત સાંભળીને મને આઘાત લાગ્યો હતો. તેણે મને ક્લીવેજ બતાવવાની તથા થાઇ (સાથળ) એક્સપોઝ કરતાં કપડાં પહેરવાનું કહ્યું હતું. મને વિશ્વાસ જ ના થયો કે હું આ બધું શું સાંભળી રહી છું. હું તરત જ ત્યાંથી નીકળી ગઈ હતી.'
પ્રીતિએ કહ્યું હતું કે ઇન્ડસ્ટ્રીમાં ખરાબ લોકોની સાથે સારા લોકો પણ છે. તે સારા લોકોને પણ મળી છે અને તેમણે તેને ઘણો જ સપોર્ટ કર્યો છે. તે પોતાની કરિયરમાં આગળ વધી રહી છે. આ સફરમાં ભગવાને તેને ઘણો જ સપોર્ટ કર્યો છે.
પ્રીતિએ કહ્યું હતું કે તેના એક મિત્રે તેને એમ કહ્યું હતું કે સલૂનમાં બે બાળકીઓ શંકાસ્પદ હાલતમાં જોવા મળી હતી. આ વાત સાંભળીને એક્ટ્રેસને શંકા ગઈ હતી અને તરત જ તે જગ્યાએ પહોંચી ગઈ હતી. તેને ખ્યાલ આવી ગયો કે ત્યાં શું બની રહ્યું છે.
તેણે પોલીસને બોલાવી અને બે બાળકીઓનું જીવન બચાવ્યું હતું.'આશ્રમ'ના સીન વન ટેકમાં ઓકે થતા પ્રીતિએ એમ પણ કહ્યું હતું કે 'આશ્રમ' માં પ્રકાશ ઝા તથા બોબી દેઓલ સાથે કામ કરવાની મજા આવી હતી. શૂટિંગ દરમિયાન એક જ ટેકમાં તેના શોટ ઓકે થઈ જતા હતા. પ્રીતિએ 'પ્યાર દા સંદેશ', 'રિવોલ્વર રાની' જેવી ફિલ્મમાં કામ કર્યું છે.
Previous article
Next article
Leave Comments
Post a Comment