News
તંત્રની ઘોર બેદરકારી : જીવતો માણસ સરકારી ચોપડે મૃત:થાણેમાં મ્યુનિસિપલ કોર્પોરેશને શિક્ષકને ફોન કરી કહ્યું- કોરોનાથી તેમનું નિધન થયું છે, કોઇને ડેથ સર્ટિફિકેટ લેવા મોકલો
મહારાષ્ટ્રના થાણે જિલ્લાની રહેવાસી શિક્ષક ચંદ્રશેખર જોશીને ગત સપ્તાહે ફોન આવ્યો હતો. ફોન કરનારે કહ્યું હતું કે ચંદ્રશેખર જોશીનું કોરોના સંક્રમણથી મોત નીપજ્યું છે. તેમનું ડેથ સર્ટિફિકેટ બની ગયું છે. પરિવારના સભ્યને લેવા માટે મોકલો.
પોતાનું નિધન થયું હોવાની વાત સાંભળીને ચંદ્રશેખર મુશ્કેલીમાં મુકાઈ ગયો હતો. તેમણે કહ્યું હતું કે હું કોરોના સંક્રમિત જરૂર થયો હતો પરંતુ મારુ મૃત્યું નથી થયું. ત્યારે ફોન કરનારે વધુ તપાસ હાથ ધરીશ એમ કહીને કોલ કટ કરી દીધો હતો.ચંદ્રશેખર જોશીએ કહ્યું કે તેમણે થાણે મ્યુનિસિપલ કોર્પોરેશન (TMC)થી કોઇએ કોલ કર્યો હતો. આ અંગે તે વધુ તપાસ કરવા માટે ત્યાં પહોંચ્યા હતા ત્યારે અધિકારી એ જણાવ્યું હતું કે ICMRના ડેટા મુજબ તે 22 એપ્રિલ 2021ના રોજ મૃત્યું પામ્યા છે.
ચંદ્રશેખર જોશીએ કહ્યું કે ઓક્ટોબર 2020માં કોરોના પોઝિટિવ થયા હતા. તે હોમ આઇસોલેટ થઈ ગયા હતા. ત્યારપછી સમય પસાર થતા એમની તબિયત પણ સુધરી ગઈ હતી અને કોરોના નેગેટિવ આવ્યા હતા. તેમણે આ ભૂલના કોલ રેકોર્ડિંગ રજૂ કરીને કેસ દાખલ કર્યો હતો.
થાણે મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશ્નર સંદીપ માલવીએ કહ્યું હતું કે આવો કેસ તો સામે આવ્યો છે પરંતુ TMCએ ડેટા નથી આપ્યો. આ ડેટા પુણેથી બનીને આવે છે. આવી ભૂલ આગામી સમયમાં ના થવી જોઇએ. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આગળથી અમે આ અંગે ધ્યાન રાખીશું અને જે પણ ડેટા અમને મળશે એની ખાતરી કરીશું. ડેટા નક્કી થાય પછી જ અમે ફોન કરવાના શરૂ કરીશું.
Previous article
Next article
Leave Comments
Post a Comment