News
પારડી માં આવેલ યુનિટી હોલમાં પારડી તાલુકા કોંગ્રેસ સમિતિ ની કારોબારી બેઠક લાંબા સમય બાદ મળી
પારડી માં આવેલ યુનિટી હોલમાં પારડી તાલુકા કોંગ્રેસ સમિતિ ની કારોબારી બેઠક લાંબા સમય બાદ મળી હતી જેમાં કોરોના મહામારીમાં મૃત્યુ પામેલા લોકોને વળતર સરકાર આપે સાથે ખેડૂતો ના દેવા માફ કરે અને ડીઝલ પેટ્રોલ ની મોંઘવારી ઓછી કરે તથા વાવાઝોડામાં નુકસાની પામેલા લોકોને વળતર આપવામાં આવે એવી માંગણી સરકાર સામે કરવામાં આવી હતી બાદમાં પારડી મુખ્ય બજારમાં વિરોધ પ્રદર્શન સરકાર વિરુદ્ધ સૂત્રચાર કરવામાં આવ્યો હતો
પારડી તાલુકા કોંગ્રેસ સમિતિ ની કારોબારી માજી કેન્દ્રીય મંત્રી તુષાર ભાઈ ચૌધરી તથા વલસાડ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દિનેશભાઈ પટેલ પારડી તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને કાર્ય કર્તાઓ સાથે બેઠક યોજાઇ હતી જે કારોબારીમાં કેન્દ્રની ભારતીય જનતા પાર્ટી ની સરકાર દ્વારા મોંઘવારી મુદ્દે ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા કોરોના મહામારીમાં મૃત્યુ પામેલા લોકોને ચાર લાખ રૂપિયાનું વળતર આપવામાં આવે ખેડૂતોનું દેવું માફી કરવામાં આવે અને તોઉતે વાવાઝોડામાં નુકશાનના વળતર આપવામાં આવે એવા ચાર ઠરાવ કરીને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારને માંગણી કરવામાં આવી હતી
કારોબારી સભામાં અંબાચ ગામના ના ભારતીય જનતા પાર્ટીના કહેવાતા કાર્યકર્તા મહેશભાઈ પટેલ કોંગ્રેસ ની કંઠી બાંધી જોડાયા હતા બીજી તરફ પારડી તાલુકા કોંગ્રેસ સમિતિ અને પારડી શહેર કોંગ્રેસ સમિતિના વિવિધ હોદ્દેદારોની નિમણૂક કરવા માં આવી હતી તથા આગામી દિવસોમાં આવનારી ચુંટણીઓમાં હારનો સામનો કરવા પડે જેથી સંગઠન મજબૂત કરવા માટે આવાહન કરવામાં આવ્યું હતું બાદમાં તમામ લોકો પારડી મુખ્ય બજાર ફુવારા પાસે પહોંચ્યા હતા અને મોંઘવારી સાથે અન્ય વિવિધ મુદ્દાઓ અંગે વિરોધ પ્રદર્શન કર્યો હતો પારડી પોલીસ ની હાજરીમાં વિરોધ પ્રદર્શન મુખ્ય બજારમાં કરવામાં આવ્યો હતો આ કારોબારી સભાનું સંચાલન કોંગ્રેસના તાલુકા ઉપપ્રમુખ સતિષભાઈ પટેલ અને આભાર વિધિ મહામંત્રી મુકેશભાઈ પટેલ એ કરી હતી
વિરોધ પ્રદર્શનમાં પારડી નગરપાલિકાના વિપક્ષ ના નેતા ગુરમીત પાલ, સદસ્ય બીપીન પટેલ વગેરે કોંગ્રેસ ના કાર્ય કરો ઉપસ્તિથ રહ્યા હતા કારોબારીમાં આગામી દિવસોમાં થનારી તમામ ચૂંટણીઓમાં કોંગ્રેસ સત્તા કબજે કરશે અને ભારતીય જનતા પાર્ટી નો હાર થશે એવી લાગણી નેતાઓએ વ્યક્ત કરી હતી.
Previous article
Next article
Leave Comments
Post a Comment