News
પારડી તાલુકા પંચાયતમાં આજરોજ વિધિવત કારોબારી અધ્યક્ષ અને ન્યાય સમિતિના અધ્યક્ષ ની નિમણુંક કરવામાં આવી હતી
આ સાથે હવે તાલુકા ના ગામડામાં વિકાસના કામોને લીલી ઝંડી માટે અને તમામ કામો ને ગતિ મળશે અહીં તાલુકા પંચાયત કચેરીમાં આયોજન સહ તાલુકા વિકાસ અધિકારીના અધ્યક્ષતામાં કારોબારી સમિતિની ના નવા ચેરમેન તરીકે ભારતીય જનતા પાર્ટીના પરીયા સીટમાંથી ચૂંટાયેલા જગદીશભાઈ પટેલ ની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે
જ્યારે સામાજિક ન્યાય સમિતિના ચેરમેન તરીકે રેંટલાવ સીટમાંથી ચૂંટાયેલા અનુપ ભાઈ પટેલ ની સર્વાનુમતે નિમણુંક કરવામાં આવી છે લાંબા સમયથી કારોબારી સમિતિના અધ્યક્ષ અને ન્યાય સમિતિના અધ્યક્ષ ની નિમણૂક કરવાની બાકી હતી જે અનુસંધાને આજરોજ સવારે 11:00 કલાકે તાલુકા વિકાસ અધિકારીએ મીટીંગ રાખી હતી જેમાં મહત્વપૂર્ણ બંને કારોબારી સમિતિ અને સામાજિક ન્યાય સમિતિ ના અધ્યક્ષની વરણી કરવામાં આવી છે હવે કારોબારી સમિતિના અધ્યક્ષ ની નિમણુંક થતાં ની સાથે જ વિકાસના કામો નો આયોજન થઈ શકશે અને વિકાસના કામોને વેગ મળી શકશે
આ પ્રસંગે પારડી તાલુકા પંચાયત પ્રમુખ મિતલબેન પટેલ તાલુકા ભાજપના મહામંત્રી મુકેશભાઈ પટેલ જી પં સભ્ય મુકેશભાઈ પટેલ , સરપંચ સંઘ ના પ્રમુખ દીક્ષાન્ત પટેલ , તાલુકા પંચાયત ના સભ્યો તથા ભાજપના કાર્યકર્તાઓ અને હોદ્દેદારો હાજર રહ્યા હતા જગદીશભાઈએ તમામ સાથી મિત્રો સાથે મળીને વિકાસના કામો જનતાના હિતમાં હાથમાં લેવામાં આવશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અને ભારતીય જનતા પાર્ટી નો હૃદયપૂર્વક આભાર માન્યો હતો આ બેઠક માં પારડી તાલુકા ભાજપ પ્રમુખ મહેશભાઈ દેસાઈ ની નાતંદુરસ્ત તબિયત ના કારણે તેઓ હાજર ન રહ્યા હતા એકંદરે શાંતિ પૂર્વક બંને ને નિમણુંક કરવામાં આવી હતી.
Previous article
Next article
Leave Comments
Post a Comment