News
વલસાડ જિલ્લા ભાજપ દ્વારા લઘુમતી મોરચાની ટીમને ગઠન કરવામાં આવ્યું હતું તેમાં સિરાજ સુરાણી ને મંત્રીપદ મળતા સોસાયટી દ્વારા તેમનો સન્માન કાર્યક્રમ યોજાયો હતો
વલસાડ જિલ્લા ભારતીય જનતાપાર્ટી દ્વારા થોડા દિવસ અગાઉ લઘુમતી મોરચાની નિમણૂક કરવામાં આવી હતી જેમાં વાપી કસ્ટમ રોડ ઉપર રહેતા સિરાજ ભાઈ સુરાણી ને મંત્રીપદ મળતા તેઓની સોસાયટી યુનિટી પાર્કમાં આજે સોસાયટીના રહીશો દ્વારા તેમનું સન્માન કાર્યક્રમ રાખવા માં આવ્યો હતો
ભારતીય જનતા પાર્ટીના વલસાડ જિલ્લાના પ્રમુખ હેમંત કંસારા મંત્રી તરીકે નું પદ સિરાજ ભાઈ સુરાણી ને સપતા સોસાયટીના રહીશો દ્વારા સિરાજ ભાઈ ને અભિનંદન પાઠવવા માટે સોસાયટી દ્વારા સન્માન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો
તેમાં યુનિટી પાર્ક સોસાયટીના મુખ મેમ્બરોએ તેમને શાલ ઓઢાડી તેમજ પુષ્પગુસ્સ આપીને સન્માન કરવામાં આવ્યા હતા જે બદલ સિરાજ ભાઈ સુરાણી એ સોસાયટીનો આભાર માન્યો હતો સિરાજ ભાઈ સુરાણી છેલ્લા દસ વર્ષથી ભાજપ પક્ષની સાથે જોડાયેલા હોય જેથી તેઓને લઘુમતી મોરચામાં મંત્રી પદનો કાર્યભાર સોંપવામાં આવ્યો હતો.
Previous article
Next article
Leave Comments
Post a Comment