News
ઊમરસાડી માછીવાડ અશોક - ૧૧ શ્રી માછી મહાજન સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ક્રિકેટ ગ્રાઉન્ડ નાની દમણમાં ફાઇનલ વિજેતા બન્યા.
શ્રી માછી મહાજન સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ, ક્રિકેટ ગ્રાઉન્ડ નાની દમણ ખાતે શ્રી ટંડેલ પરિવાર વાપી દ્વારા આયોજિત ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પારડી તાલુકા ગામના યુવા ખેલાડીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી ફાઇનલ વિજેતા બન્યા હતા.
યુવા ખેલાડીઓએ મેન ઓફ ધ મેચ, બેસ્ટ બોલર તથા બેસ્ટ બેસ્ટ મેનનો પુરસ્કાર પ્રાપ્ત કર્યો હતો. અહીં અશોક ટંડેલ - ઇલેવન અને મિનેશ ટંડેલ - ઇલેવન વચ્ચે મુકાબલો થયો હતો. જેમાં મિનેશ ઇલેવનએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ૧૨ ( બાર ) ઓવરની નિર્ધારિત મેચમાં પહેલા બેટિંગ કરતા મિનેશ ઇલેવને ફક્ત ૭૧ રન બનાવ્યા હતા. જેનો પીછો કરવા ઉતરેલી પારડી તાલુકા ગામ ઉમરસાડી માછીવાડ અશોક ઇલેવનની શરૂઆત ખૂબ જ કઠિન રહી હતી. માત્ર ત્રણ ઓવરમાં પાંચ રન બનાવી ત્રણ વિકેટ ગુમાવી હતી. આ રીતે હારની પરિસ્થિતિ સર્જાઇ હતી. ત્યારબાદ બેટિંગ કરવા ઉતરેલા સાહિલ ટંડેલ, ફિયાંસ ટંડેલ તથા તીર્થ ટંડેલે બાજી સંભાળી લેતા આ મુકાબલો અંતિમ ઓવર સુધી ગયો હતો છેલ્લી ઓવરમાં છ બોલમાં આઠ રન બનાવવાના હતા અંતે સૂઝબુજ ભરી બેટિંગ કરી ત્રીજા બોલે વિનિંગ શોર્ટ મારી વિજેતા હાંસલ કર્યો હતો. બેસ્ટ બોલર ભદ્રેશ ટંડેલ, બેસ્ટ બેસમેન સાહિલ ટંડેલ, મેન ઓફ ધ તીર્થ ટંડેલ જાહેર થયા હતા. ટીમ કેપ્ટન અશોક ટંડેલ તેમના સાથી ખેલાડીઓ અને શ્રી ટંડેલ પરિવાર વાપીના પ્રમુખશ્રી ચંપકભાઈ ટંડેલ, આમંત્રિત મહેમાનોશ્રીઓ તથા પરિવારના હોદ્દેદારોઓનાં વરદ હસ્તે ફાઇનલ ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં વિજેતા થનાર ટીમને શ્રી મુકેશભાઈ ડી, ભાઠેલા દ્વારા એનાયત શિલ્ડ આપવામાં આવ્યો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવામાં પરિવારના યુવાન ભાઈઓ / બહેનો તમામ હોદ્દેદાર મિત્રો, સભ્યશ્રીઓ તેમજ મહિલા મંડળની બહેનોએ અગત્યનો ફાળો આપ્યો હતો. શ્રી ટંડેલ પરિવાર વાપીના પ્રમુખશ્રી ચંપકભાઈ આર. ટંડેલ, ઉપપ્રમુખશ્રી ઠાકોરભાઈ પટેલ, સેક્રેટરીશ્રી દલપતભાઈ ટંડેલ તથા અન્ય હોદ્દેદાર શ્રીઓ સખત મહેનત કરતા નજરે પડ્યા હતા.
Previous article
Next article
Leave Comments
Post a Comment