News
ધરમપુર વનરાજ કોલેજમાં એન્ટી કોરોના વેક્સિન અંગેનો વેબીનાર યોજાયો
માહિતી બ્યુરો વલસાડ તા.૭: વલસાડ જિલ્લાના ધરમપુરમાં શ્રી વનરાજ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ તથા તાલુકા હેલ્થ ઓફિસર ધરમપુરનાં સંયુક્ત ઉપક્રમે ‘Anti-corona vaccine it’s benefits’ ઉપર વેબીનાર યોજાયો હતો.
ધરમપુર તાલુકા હેલ્થ ઓફિસરના માહિતી શિક્ષણ અને અધિકારી કમલેશ પેઈન્ટરે કોવિડ-૧૯ જેવા પ્રકારના વિશ્વમાં થયેલ સ્પેનિશ ફલુ, પ્લેગ, શીતળા, કોલેરા જેવી મહામારી અને તેમાંથી વૈજ્ઞાનિકોએ વિક્સાવેલા રસીની ઈતિહાસની રસપ્રદ માહિતી વિદ્યાર્થીઓને આપતા જણાવ્યું હતું કે, કોવિડ-૧૯ ની વૈશ્વિક મહામારી દરમિયાન સમગ્ર વિશ્વ સ્તબ્ધ બની ગયું હતું. દરેક દેશ પોતાના નાગરિકોનાં જીવન બચાવવા ઝઝુમતા હતા. વૈજ્ઞાનિકોને વેક્સિન શોધવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. દુનિયાભરની પ્રયોગશાળામાં વેક્સિન શોધવાનો ભગીરથ કાર્યનો આરંભ થયો. માનવ પર પ્રયોગ કરવા વેક્સિનને જુદા જુદા તબક્કાઓમાંથી પસાર થવું પડે છે. તેમજ તેને વિશ્વ આરોગ્ય સંસ્થાઓની મંજુરી મેળવવી પડે છે. બ્રિટન ફાઈઝર રસીની શોધ કરનારો પ્રથમ દેશ બન્યો. ભારતમાં આ દરમિયાન સ્વનિર્ભરતા અભિયાન શરૂ થયું અને ભારતમાં પણ બે રસીની શોધ કરી. સીરમ ઈન્સ્ટિટયુટે કોવિશીલ્ડ તથા ભારત બાયોટેક હૈદરાબાદ કંપનીએ કોવેક્સિનની શોધ કરી. આ રીતે ભારતે ટોપટેન કન્ટ્રીમાં નામના મેળવી છે. ભારતના વૈજ્ઞાનિકોએ આત્મનિર્ભરતાનો મંત્ર સાર્થક કરી બતાવ્યો છે. પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડીકલ ઓફિસર ડો.નયન પટેલે કવિડ-૧૯ વાયરસ અને શરીરમાં થતી અસર અને નિયંત્રણ માટે ભારતીય રસી મુકાવીને ઈમ્યુનીટી વધારવા જણાવ્યું હતું. આ ઉપરાંત ભારતમાં કોવિડ-૧૯ નાં આંકડાકીય માહિતીની ઝલક આપી હતી. કોવિડ-૧૯ વાઈરસના સંક્રમણ નિયંત્રણ માટે કોરોના વોરીયર્સ એવા ભારતીય ડોકટર્સ, નર્સો, સહિતનો સમગ્ર મેડીકલ સ્ટાફ, પોલીસ તંત્ર, સરકારી વહીટતંત્ર, શાળા કોલેજના સ્ટાફગણ તથા એનજીઓના અનેકવિધ નાગરીકોની સરાહના કરી હતી. કોરોના વાઈરસનાં નિયંત્રણની કામગીરી કરતા સંક્રમિત થયેલા કોરોના વોરીયર્સો તથા નિર્દોષ પ્રજાજનો જેઓ જીવલેણ રોગના ભોગ બન્યા હતા તે માટે શાંતી પ્રાર્થના કરી હતી. વનરાજ કોલેજના આચાર્ય ડો.વી.ડી.પટેલે સ્વાગત પ્રવચનમાં સૌને આવકાર્યા હતા. આ વેબિનારમાં ડો.શૈલેશભાઈ રાઠોડ, એન.સી.સી. ઓફિસર જીમ્મી મિષાી, એમ.એસ.વી. એસ. કેળવણી મંડળના પ્રમુખ ઈશ્વરભાઈ પટેલ, મંત્રી જીવાભાઈ આહિર, ઉપપ્રમુખ ધનેશભાઈ ચૌધરી, એમ.એસ કેળવણી મંડળના સભ્યો સહિત કોલેજના વિદ્યાર્થીઓ હાજર રહયા હતાં, એમ શ્રી વનરાજ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, ધરમપુરના આચાર્ય દ્વારા જણાવાયું છે.
Previous article
Next article
Leave Comments
Post a Comment