પદ્મશ્રી એવોર્ડ માટે નોમીનેશન્‍સની ભલામણો તા.૦૯ જુલાઈ સુધીમાં મોકલી આપવી

માહિતી બ્‍યુરોઃ વલસાડ તા.૦૭: સ્‍પોર્ટ્‍સ ઓથોરીટી ઓફ ગુજરાત ગાંધીનગર હેઠળ ચાલતી વિવિત પ્રવૃત્તિઓ અન્‍વયે પદ્મશ્રી એવોર્ડ માટેના નોમીનેશન્‍સની ભલામણો અંગેનું આયોજન કરવાનું થાય છે. 
જેથી જુદાજુદા ક્ષેત્રમાં વિશિષ્‍ટ કામગીરી કરી હોય, સિધ્‍ધિ હાસિલ કરી હોય એવી વ્‍યક્‍તિ વિશેષ કે સંસ્‍થાઓ કે જેઓ પદ્મશ્રી એવોર્ડ માટેની યોગ્‍યતા ધરાવતા હોય તેમની ભલામણો હાર્ડ કોપીમાં તા.૦૯/૦૭/૨૦૨૧ સુધીમાં સિનિયર કોચ જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્‍દ્ર, ૧૦૭ પોસ્‍ટ, જુની ટેલીફોન એક્‍સચેન્‍જ ઓફિસની પાછળ, હાલર રોડ, વલસાડ, ૩૯૬૦૦૧ ખાતે મોકલી આપવાની રહેશે. આ અંગેની વધુ જાણકારી માટે ફોન નંબર ૦૨૬૩૨-૨૫૪૬૦૫ અને મોબાઈલ નંબર ૯૭૧૪૭૫૫૫૬૩ છે. પદ્મશ્રી એવોર્ડ માટે https://padmaawards.gov.in વેબસાઈટ ઉપર ઓનલાઈન ફોર્મ ભરવા સિનિયર કોચ ડીસ્‍ટ્રીક્‍ટ સ્‍પોર્ટ્‍સ કોચિંગ સેન્‍ટર વલસાડ દ્વારા જણાવાયું છે.
Previous article
Next article

Leave Comments

Post a Comment

Ads Post 1

Ads Post 2

Ads Post 3

Ads Post 4

close