News
ડૉક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી જન્મજયંતિ પ્રસંગે ભારતીય જનતા પાર્ટી દાદરા નગર હવેલી અને દમણ દિવ પ્રદેશ કાર્યાલય પર તેમને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી
ભારતીય જન સંઘના સ્થાપક રાષ્ટ્રપ્રેમી,પ્રખર શિક્ષાવિદ તેમજ સ્વતંત્ર ભારતના પ્રથમ ઉદ્યોગ પ્રધાન, 'રાષ્ટ્ર પ્રથમ' ના મંત્રને આજીવન વળગી રહેનાર ડો.શ્યામા પ્રસાદ મુખર્જીની આજે જન્મજયંતિ છે.
આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટી દાદરા નગર હવેલી અને દમણ દિવ પ્રદેશ કાર્યાલય પર તેમને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. પ્રદેશ ભાજપ અધ્યક્ષ શ્રીદિપેશ ટંડેલે ડો.સાહેબને શ્રદ્ધાંજલિ આપતી વખતે પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે દેશની એકતા અને અખંડિતતાને ટકાવી રાખવા માટે જેમણે પોતાનુ બલિદાન આપ્યું હતું અને 'એક રાષ્ટ્ર, એક નિશાન, એક સંવિધાન' ના પ્રણેતા, ભારતીય જનસંઘના સ્થાપક ડૉક્ટર.શ્યામા પ્રસાદ મુખર્જી ને તેમની જન્મજયંતિ પર હું નમન કરું છું.
આ પ્રસંગે ઉપસ્થિત દમણ દિવના માનનીય સાંસદ શ્રી લાલુભાઇ પટેલ જી એ જણાવ્યું હતું કે ડૉક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી માટે દેશ હિત થી ઉપર કશુ નહોતું તેઓએ ભારતની એકતા, અખંડિતતા માટેના તેમના બલિદાન અને સંઘર્ષે કાશ્મીર અને બંગાળને દેશનો અભિન્ન ભાગ બનાવ્યો હતો. ડૉક્ટર મુખર્જી રાષ્ટ્રના ર્નિર્માણમાં સ્વદેશી નીતિઓના કટ્ટર સમર્થક હતા.
હું આ મહાન આત્માને નમન કરું છું આજના કાર્યક્રમમાં અન્ય ઉપસ્થિતોમા પ્રદેશ મહામંત્રી શ્રી વસુભાઇ પટેલ, પ્રદેશ ઉપપ્રમુખ શ્રી બાલુભાઇ પટેલ,નવીન રમણ પટેલ, પ્રકાશ ટંડેલ, દીવ જિલ્લા ભાજપ પ્રમુખ બિપીન શાહ, પૂર્વ પ્રદેશ પ્રમુખ ગોપાલ દાદા, કડેયા પંચાયતના સરપંચ શંકર પટેલ, મહેશ અગરિયા, દમણ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ શ્રીમતી મૈત્રી પટેલ, ડિમ્પલ પટેલ, પૂર્વ પ્રદેશ પ્રમુખ,ગોપાલ દાદા,બી.એમ.માછી, મજીદ લાધાણી, અલ્પેશ ઉપાધ્યાય અને ઓફિસ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.
Previous article
Next article
Leave Comments
Post a Comment