News
અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં એક બિલ્ડિંગમાં નહીં પરંતુ સાત બિલ્ડિંગમાં જુગાર ધામ ધમધમતા સામે આવ્યા હતા. જેમાં 150 થી વધુ જુગારીઓ રંગેહાથ ઝડપાઇ ગયા
અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં ચાલતા જુગારધામ પર ફરી એક વખત પોલીસની ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. દરિયાપુર તંબુ પોલીસ ચોકી નજીક આવેલ મનપસંદ જીમખાનામાં કેટલાક જુગારીઓ જુગાર રમી રહ્યા હોવાની જાણકારી મળતા સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ દ્વારા રેડ પાડવામાં આવી હતી. રેડ કરતાની સાથે જ સમગ્ર વિસ્તારમાં ભારે નાસભાગ જોવા મળી અને રેડ દરમિયાન પોલીસના હાથે જુગાર ધામ લાગી ગયું હતું.
તેમાંથી એક બિલ્ડિંગમાં નહીં પરંતુ સાત બિલ્ડિંગમાં જુગાર ધામ ધમધમતા સામે આવ્યા હતા. જેમાં 150 થી વધુ જુગારીઓ જુગાર રમી રહ્યા હતા. પોળ જેવા ભરચક વિસ્તારમાં રહેણાક મકાન છતાં આટલી મોટી સંખ્યામાં જુગારીઓ અહીં જુગાર રમતા જોવા મળ્યા હતા.
પ્રાથમિક સૂત્રો પાસેથી મળેલ માહિતી અનુસાર ગોવિંદ ઉર્ફે ગામા પટેલ આ જુગારધામ ચલાવી રહ્યો હતો. પોલીસ દ્વારા તેને પણ ઝડપી પાડવામાં આવ્યો છે. ગોવિંદની સાથે અન્ય લોકો પણ આ જુગારધામના સંચાલન તરીકે જોડાયેલા હોવાની શક્યતા રહેલી છે.
પોલીસની ટીમ દ્વારા અલગ અલગ બિલ્ડિંગમાંથી પત્તાના કેટ, કોઇન સહિતનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે. આરોપીઓને અહી જમવા, પાણી અને એસી સહિત ની સુવિધાઓ પૂરી પાડવામા આવી રહી હતી. જ્યારે હવે સમગ્ર વિસ્તારને સીસીટીવીથી સજ્જ કરી દેવામાં આવ્યો છે.
Previous article
Next article
Leave Comments
Post a Comment