‘તમામ ભારતીયોના ડીએનએ એક જ છે, તે પછી કોઈ પણ ધર્મનો કેમ ન હોય.’ મોહન ભાગવત

ઉત્તરપ્રદેશમાં વિધાનસભા ચૂંટણી પહેલાં સંઘ પ્રમુખ મોહન ભાગવતે ગાઝિયાબાદમાં આયોજિત એક કાર્યક્રમ માં મુસ્લિમો મુદ્દે મોટું નિવેદન આપ્યું છે. સંઘ પ્રમુખ મોહન ભાગવતે કહ્યું કે,‘મુસ્લિમોનો વિરોધ કરનારી વ્યક્તિ હિંદુ નથી. જો કોઈ એમ કહે કે અહીં એકપણ મુસ્લિમ ના રહેવો જોઈએ તો તે હિંદુ નથી. આ વાત હું અગાઉ પણ કહી ચૂક્યો છું. હિંદુ સૌને સાથે લઈને ચાલે છે.’
મુસ્લિમ રાષ્ટ્રીય મંચના કાર્યક્રમમાં સંઘ પ્રમુખે કહ્યું કે, ‘તમામ ભારતીયોના ડીએનએ એક જ છે, તે પછી કોઈ પણ ધર્મનો કેમ ન હોય.’ ભાગવત સાથે કહ્યું કે, હિંદુ-મુસ્લિમ એકતા જેવું કંઈ છે જ નહીં, કારણ કે- હિંદુઓ અને મુસ્લિમો એક જ છે, લોકોમાં પૂજા પદ્ધતિના આધારે અંતર ન કરી શકાય. ભાગવતે મોબ લિંચિંગ કરનારા વિરૂદ્ધ પણ પ્રહારો કર્યા. મોહન ભાગવતે કહ્યું કે લિંચિંગ કરનારાઓ હિંદુત્વના વિરોધી છે.
એજન્સીના અનુસાર, કાર્યક્રમમાં તેઓએ જણાવ્યું કે, “એ સિદ્ધ થઇ ચૂક્યું છે કે, આપણે છેલ્લાં 40,000 વર્ષોથી એક જ પૂર્વજોના વંશજ છીએ. ભારતના લોકોના DNA એક જેવાં જ છે. હિંદુ અને મુસલમાન બે સમૂહ નથી, એકજૂથ થવા માટે કંઇ પણ નથી કારણ કે તેઓ પહેલેથી એક જ છે.”
મોહન ભાગવતએ જણાવ્યું કે, ‘આપણે લોકતંત્રમાં રહીએ છીએ. અહીં હિંદુઓ અથવા તો મુસ્લિમોનું પ્રભુત્વ એવું ના હોઇ શકે. માત્ર ભારતીયોનું જ પ્રભુત્વ હોઇ શકે છે. દેશમાં એકતા વગર વિકાસ સંભવ જ નથી. એકતાનો આધાર હોવો જોઇએ રાષ્ટ્રવાદ.’
આ ન્યૂઝ અને તેની તસવીરો ફાઈલ તસવીર છે સૌજન્ય સોશિયલ મીડિયા
Previous article
Next article

Leave Comments

Post a Comment

Ads Post 1

Ads Post 2

Ads Post 3

Ads Post 4

close