જેલમાં બંધ પહેલવાન સુશીલ કુમાર હાલ તિહાડ જેલમાં તે એકમાત્ર કેદી છે, એવામાં પોતાને એકલતાનો અનુભવ થાય છે. તેથી ટીવી જેવી સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે તેવી માંગ કરી છે.

પહેલવાન સાગર ધનખડની હત્યાના મામલે ઓલ્મપિક વિનર આરોપી પહેલવાન સુશીલ કુમાર હાલ તિહાડ જેલમાં બંધ છે. જો કે જેલમાં બંધ પહેલવાનને હોટલ જેવી સુવિધા જોઈએ છે. સુશીલ કુમારે જેલ પ્રશાસનને પોતાના સેલમાં ટીવી લગાડવાની માગ કરી છે. 
સુશીલ કુમારે તિહાડ જેલ પ્રશાસનને એક એપ્લીકેશન લખીને આપી છે જેમાં તેને માગ કરી છે કે, તે જે સેલમાં બંધ છે, તેમાં તે એકમાત્ર કેદી છે, એવામાં પોતાને એકલતાનો અનુભવ થાય છે. તેથી ટીવી જેવી સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે કે જેથી કુશ્તીની રમતમાં શું ચાલે છે તેની જાણકારીથી તે અવગત રહી શકે.
DGએ જણાવ્યું સુશીલ કુમારે આપી છે એપ્લિકેશન તિહાડ જેલના ડીજી સંદીપ ગોયલે કહ્યું કે જેલ પ્રશાસનને સુશીલ પહેલવાન તરફથી એક એપ્લિકેશન મળી છે, જેમાં તેને પોતાના સેલમાં ટીવી લગાડવાની માગ કરી છે.
સુરક્ષાને કારણે હાઈ સિક્યોરિટી જેલમાં સુશીલ કુમાર
જેલ પ્રશાસનનું કહેવું છે કે સુશીલ કુમાર બેરેક નંબર 2માં બંધ છે અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને તે હાઈ સિક્યોરિટી વાળી જેલમાં રાખવામાં આવ્યો છે. આ કારણે જ જે જેલમાં સુશીલને રાખવામાં આવ્યો છે, તેમાં અન્ય કોઈ કેદીને નથી રાખવામાં આવ્યો. હાલ સુશીલ કુમારની અરજીને ધ્યાનમાં રાખીને કોઈ જ નિર્ણય નથી લેવામાં આવ્યો.
પહેલવાન સુશીલ કુમારની જેલ પ્રશાસન પાસે આ પ્રકારની પહેલી માગ નથી. આ પહેલાં જ્યારે સુશીલ કુમારની ધરપકડ કરવામાં આવી હતી ત્યારે તેને મંડોલી જેલ મોકલવામાં આવ્યો હતો. જ્યાં સુશીલે પોતાની પહેલવાનીનો ઉલ્લેખ કરતા હાઈ પ્રોટીન એકસ્ટ્રા પ્રોટીન ડાયેટની સુવિધા ઉપલબ્ધ કરાવવાની માગ કરી હતી. સુશીલની આ માગને જે પ્રશાસને ફગાવી દીધી હતી.
પહેલવાન સુશીલ કુમારે પોતાના અનેક સાથીઓની સાથે મળીને 4 અને 5 મેનાં રોજ છત્રસાલ સ્ટેડિયમમાં જૂનિયર પહેલવાન સાગર ધનખડ અને તેના સાથી સોનુ મહાલને માર મારવામાં આવ્યો હતો. આ હુમલામાં સાગર ધનખડનું મોત નિપજ્યું હતું.
આ ન્યૂઝ અને તેની તસવીરો ફાઈલ તસવીર છે સૌજન્ય સોશિયલ મીડિયા
Previous article
Next article

Leave Comments

Post a Comment

Ads Post 1

Ads Post 2

Ads Post 3

Ads Post 4

close