કિસ કરવાથી ફેલાય છે આ બીમારી HSV-1 જેને ઓરલ હર્પિસ કહે છે. જે કીસ દ્વારા ફેલાય છે. મુંહ તેમજ જનનાંગો પર નાના સફેદ અથવા તો લાલ છાલા પડે છે.

દુનિયાભરમાં 6 જુલાઈના ઈન્ટરનેશનલ કિસિંગ ડે મનાવવામાં આવે છે. આ દિવસે કપલ કિસ દ્વારા એક બીજાને પોતાનો પ્યાર વ્યક્ત કરે છે. કિસ હંમેશાથી પ્યારનું પ્રતિક રહ્યું છે. પરંતુ શું તમે જાણો છો કે કિસ દ્વારા પણ સેક્સુઅલી ટ્રાંસમિટેડ ઈન્ફેક્શન થઈ શકે છે. કિસ કરતાં ઈન્ફેક્શનથી કેવી રીતે બચવું.
હર્પીસ સિમ્પ્લેક્સ વાયરસના કારણે થનારી એક સંક્રામક બીમારી છે. જે એકબીજાના સંપર્કમાં આવવાથી ચામડી માં ખૂબજ ઝડપથી ફેલાય છે. હર્પીસનું સંક્રમણ બે રીતે ફેલાય છે. હર્પીસનો એક પ્રકાર છે HSV-1 જેને ઓરલ હર્પિસ કહે છે. જે કીસ દ્વારા ફેલાય છે. મુંહ તેમજ જનનાંગો પર નાના સફેદ અથવા તો લાલ છાલા પડે છે. ક્યારે ક્યારેક તેમાંથી લોહી પણ નીકળે છે. કિસ કરવાથી આ વાયરસ એકબીજામાં ફેલાય છે. કોઈ લક્ષણો ન હોવા છતાં પણ તે ફેલાય છે.
હર્પીસનો બીજો પ્રકાર છે HSV2 જેને જેનિટલ હર્પીસ પણ કહે છે. આમ તો આ પ્રકારના હર્પીસનું મુખ્ય રૂપ સેક્સ સંપર્કથી ફેલાય છે. પરંતુ કિસ દ્વારા પણ ફેલાવાની તેની સંભાવના છે. આ બંને રોગ સંપૂર્ણ પણે ઠીક નથી થઈ શકતા. જો તમારી રોગપ્રતિકારક શક્તિ સારી હોય તો તેના હળવા લક્ષણોથી ખબર પડી જાય છે. આને અટકાવવા એન્ટીવાયરલ દવાઓ આપે છે.
સાઈટોમેગાલો વાયરસ એક સંક્રમણ છે જે લાળના સંપર્કમાં આવવાથી થાય છે. એમાં વાયરસ હોય છે. આ સિવાય લોહી, સીમેન અથવા બ્રેસ્ટથી પણ ફેલાય છે. તેને સેક્સુઅલી ટ્રાન્સમિટેડ ઈનફેક્શન એટલા માટે માનવામાં આવે છે કારણ કે આ મોટેભાગે ઓરલ અને જનનાંગના સંપર્ક માધ્યમથી ફેલાય છે. આ સંક્રમણમાં ગળામાં ખરાશ, તાવ, શરીરમાં દુખનો અહેસાસ મુખ્ય લક્ષણ છે. જો તમારી ઈમ્યુન સિસ્ટમ કમજોર છે તો સાઈટોમેગાલો વાયરસની સારવાર સંપૂર્ણ સંભવ નથી. આની સારવાર પણ હર્પિસની દવાઓ દ્વારા થાય છે.
સિફલિસ એક પ્રકારના બેક્ટેરિયલ ઇન્ફેક્શન છે. જે સામાન્ય રીતે કિસથી નથી ફેલાતું. જે સામાન્ય રીતે ઓરલ અથવા જેનિટલ સેક્સ દ્વારા ફેલાય છે. સિફલિસથી મોઢામાં ઘાવ થાય છે. કિસ કરવાથી આ બેક્ટેરિયા એકબીજાના મોઢામાં જાય છે. ડીપ અથવા ફ્રેન્સ કિસથી આ ઈન્ફેક્શન ફેલાવાનો ભય વધારે છે. 
સમયસર સિફલિસની સારવાર ન થાય તો તે ગંભીર બની શકે છે. આ રોગમાં તાવ, માથામાં દુખાવો, ગળામાં ખરાશ, વાળ ખરવા, શરીરમાં દુખાવો, થાક, માનસિક બીમારી, બ્રેન ડેમેજ અને યાદશક્તિ કમજોર પડવી તેના મુખ્ય લક્ષણ છે.
આ ન્યૂઝ અને તેની તસવીરો ફાઈલ તસવીર છે સૌજન્ય સોશિયલ મીડિયા.
Previous article
Next article

Leave Comments

Post a Comment

Ads Post 1

Ads Post 2

Ads Post 3

Ads Post 4

close