ગુજરાત અને મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમણ ઓછું થતાં આજે મંગળવારના રોજ વાપી ડેપોની ૪ ટ્રીપ મુંબઈ માટે શરૂ કરવામાં આવી.

માર્ચ અને એપ્રિલ મહિનામાં કોરોનાનો હાહાકાર વધી જવાને કારણે શહેરમાં આવતી જતી મહારાષ્ટ્રની એસ.ટી બસો બંધ કરી દેવામાં આવી હતી. જોકે હવે કોરોનાના કેસમાં ઘટાડો થઈ રહ્યો છે અને પરિસ્થિતિ સામાન્ય થઇ રહી છે તેમજ જનજીવન પાટા ઉપર આવી રહ્યું છે.
આ સ્થિતિને ધ્યાનમાં રાખીને હવે વાપી એસટી વિભાગ દ્વારા આજથી એટલેકે મંગળવારથી મહારાષ્ટ્ર જતી બસોને લીલી ઝંડી આપવામાં આવી છે. ગુજરાત અને મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમણ ઓછું થતાં આજે મંગળવાર ના રોજ વાપી ડેપોની ૪ route મુંબઈ માટે શરૂ કરવામાં આવી છે આજથી શરૂ થતી વાપી બોરીવલી સવારે 5.30 વાગ્યે અને (૨) બે વાગ્યે તો બીજી તરફ વાપી દાણુ સવારે 7.40 વાગ્યે અને ૨ ને ૨૦ મીનીટે am4 ટ્રીપો મુંબઈ આવવા જવા માટે શરૂ કરવામાં આવી છે
 વાપી એસટી ડેપોના એ ટી આઇ અશ્વિનભાઈએ વિગતો આપી હતીકે આવનાર દિવસોમાં વાપી ઓરંગાબાદ,વાપી ધુલિયા, વાપી શિરડી, વાપી નાસિક, વાપી બોરીવલી, અને વાપી દહાણુ ની 11 ટ્રીપો ફરીથી રાબેતા મુજબ સવારે સાડા પાંચથી લઈ રાત્રી દરમિયાન ચાલુ કરવામાં આવશે
તો બીજી તરફ ટ્રાફીક કંટ્રોલર એન. એલ. રોહિતે વધુમાં જણાવ્યું હતું કે મહારાષ્ટ્ર ડેપોની જલગાવ vapi,ચોપડા vapi,નાસિક vapi, શિરપુર vapi, સાદા vapi, તલોદ vapi, નંદરબાર vapi તેમજ ધુલિયા વાપીની ટ્રીપ આ વીકમાં ચાલુ થવા જઈ રહી છે
જેમાં આજે જલગાવ વાપી અને ચોપડા vapi ટ્રીપ શરૂ થઈ ચૂકી છે મુંબઈથી વલસાડ જિલ્લા માં અને વાપીમાં આવેલા ઉદ્યોગોમાં રોજગારી કમાવા આવતા લોકો માટે આ બસોની ટ્રીપો શરૂ થતા પેસેન્જરોને મોટી રાહત થશે 
તેમજ વાપી થી મુંબઈ અને મુંબઇથી આવતી જતી બસોમાં વેપારીઓ અને સ્થાનિકો બે મહિનાની સમય બાદ ફરી આ સેવાઓ શરૂ થતા પોતાના ધંધા-રોજગાર માટે આવન-જાવન કરી શકશે.


Previous article
Next article

Leave Comments

Post a Comment

Ads Post 1

Ads Post 2

Ads Post 3

Ads Post 4

close