News
સીએમ બાદ ગુજરાતના કેબિનેટમંત્રીઓ અને રાજ્ય મંત્રીઓના કપાશે પત્તાં, નબળા મંત્રીઓ ઘરભેગા થશે નવો કેપ્ટન આવે તો પછી ટીમ પણ નવી જ હોય ને…
ગાંધીનગરમાં આગામી અઠવાડિયામાં એવો જ ઘટનાક્રમ સર્જાવા જઈ રહ્યો છે. વાત જાણે એમ છે કે કોરોનાકાળ માં વિજય રૃપાણીનું સંચાલન અત્યંત નબળું હતું. તો વળી આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં મજબૂત હાજરી નોંધાવી છે. એ બે મુદ્દાને કારણે મુખ્યમંત્રી વિજય રૃપાણી હાઈ કમાન્ડની આંખે ચડી ગયા હતા. બીજી તરફ ચૂંટણી આવી રહી છે, એટલે સમય રહેતા જ પરિવર્તન કરવું પડે. એ પરિવર્તન રૃપાણીના રાજીનામા સાથે શરૃ થયું છે. પરંતુ પરિવર્તનના ઘણા પ્રકરણો હજુ બાકી છે.
ગુજરાતના કેબિનેટમાં ઘણા મંત્રીઓ એવા છે, જેમને જ્ઞાતિવાદ માટે સમાવાયેલા છે. તો વળી કેટલાક મંત્રીઓ પર ગંભીર કેસો ચાલે છે. કેટલાક મંત્રીઓ પોતાના ખાતામાં સાવ નબળાં છે. એવાય કેબિનેટ મંત્રીઓ છે, જે રસ્તા પર નીકળે તો લોકો ઓળખી ન શકે એટલા જાહેર જીવનથી અલિપ્ત છે. પોતાના મતવિસ્તારમાં ઓળખાતા હોય પરંતુ સમગ્ર ગુજરાતમાં પ્રજા જાણતી હોય એવું પણ કેટલાક મંત્રીઓના કિસ્સામાં નથી બનતું.
એ સંજોગોમાં જે કોઈ નવા મુખ્યમંત્રી બનશે એ ઓછામાં ઓછા 6 મિનિસ્ટર બદલશે. અત્યારે મંત્રીપદ ભોગવતા મોટા માથાઓનાં તેમાં પત્તાં કપાય એવી પુરી શક્યતા છે. તેની સામે કોરોનામાં અસરકારક કામ કરનારા કેટલાક યુવા ધારાસભ્યોને મંત્રીમંડળમાં સ્થાન મળી શકે એમ છે. કેટલાક મંત્રીઓ સતત વિવાદાસ્પદ રહ્યા છે, એમને પણ ઘરભેગા કરવામાં આવે એવી પુરી શક્યતા છે. બ્યુરોક્રેટસ અને ભાજપના વર્તૂળમાં અત્યારથી જ ક્યા મંત્રીઓ ઘરે જશે તેની ચર્ચાઓ થવા લાગી છે.
Previous article
Next article
Leave Comments
Post a Comment