સોમવારે રાત્રીએ કેટલાક મિત્રો ખાવા પીવાની પાર્ટી કરી રહ્યા હતા બોલાચાલી થતા થોડા 20થી 25 મિત્રોને લઇને હથિયારો લાકડા અને સળિયાથી પાર્ટી કરી રહેલા ગૌતમ પટેલ અને તેમના મિત્રો ઉપર હુમલો કરી દીધો .

નાની દમણ સ્થિત કોલેજ રોડ ઉપર આવેલી ફોચ્યુન વર્લ્ડ એપાર્ટમેન્ટમાં સોમવારે રાત્રીએ કેટલાક મિત્રો ખાવા પીવાની પાર્ટી કરી રહ્યા હતા. આ દરમિયાન પાર્ટીમાં કોઇક મુદ્દે બોલાચાલી થતા અથવા તો અન્ય કારણસર એક યુવક ગુસ્સામાં પાર્ટી છોડીને જતો રહ્યા બાદ 20થી 25 માણસોને ધાતક હથિયારો સાથે લઇ આવીને અન્ય મિત્રો ઉપર હુમલો કરી દીધો હતો. આ બનાવમમાં દમણ પોલીસે આરોપી સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
દમણના ડાભેલમાં આમલિયા સ્થિત સડક ફળિયામાં રહેતા ગૌતમ કાન્તિભાઇ પટેલ અને દુનેઠામાં રહેતા જયેશ નાનુભાઇ પટેલ અને તેમના મિત્રો સોમવારે રાત્રીએ કોલેજ રોડ સ્થિત ફોર્ચ્યુન એપાર્ટમેન્ટમાં ખાવા પીવાની પાર્ટી કરી રહ્યા હતા. આ દરમિયાન પાર્ટીમાં અથવા તો કોઇ જૂની અદાવતને લઇ બોલાચાલી થતા જયેશ પટેલ પાર્ટીમાં ઉઠીને ચાલી ગયો હતો. થોડા સમય પછી જયેશ પટેલ તેની સાથે 20થી 25 મિત્રોને લઇને હથિયારો સાથે પહોંચ્યો હતો. લાકડા અને સળિયાથી પાર્ટી કરી રહેલા ગૌતમ પટેલ અને તેમના મિત્રો ઉપર હુમલો કરી દીધો હતો. આ હુમલામાં ગૌતમ અને તેમના મિત્રને નાની મોટી ઇજા પહોંચી હતી. નાની દમણ પોલીસ સ્ટેશનમાં ગૌતમ પટેલે નોંધાવેલી ફરિયાદ મુજબ દુનેઠાનો જયેશ પટેલ, જિનલ બાબુભાઇ પટેલ, કિરણ ઉર્ફે છનિયો બાબુ પટેલ, કૃપેશ કામળી, કૃશાંગ હરેશ અને અશ્વિન જગુભાઇ પટેલ સહિત અજાણ્યા ઇસમો સામે ગુનો નોંધાવ્યો હતો. ફરિયાદમાં હુમલો કર્યા બાદ આરોપી રોકડા રૂપિયા 6 હજાર તથા 7 તોલા સોનાની ચેનની લૂંટ કરી ગયા હોવાનો આક્ષેપ પણ કરવામા આવ્યો છે. આ બનાવ અંગે નાની દમણ પોલીસે આઇપીસી 397, 506(2) મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Previous article
Next article

Leave Comments

Post a Comment

Ads Post 1

Ads Post 2

Ads Post 3

Ads Post 4

close