ગુજરાતના ઇતિહાસમાં પ્રથમ વખત આખેઆખું પ્રધાન મંડળ નવું બન્યું છે.જૂના પ્રધાનમંડળમાંથી એક પણ પ્રધાનને કેબિનેટમાં સ્થાન મળ્યું નથી.


નવા પ્રધાનમંડળમાં કેબિનેટ કક્ષાના 10 અને રાજ્યકક્ષાના 14 એમ કુલ 24 પ્રધાનોએ શપથ ગ્રહણ કર્યા, રાજભવનમાં આયોજીત શપથગ્રહણ સમારોહમાં રાજ્યપાલ દેવવ્રત આચાર્યએ તમામને પદ અને ગોપનીયતાના શપથ લેવડાવ્યા. નવા પ્રધાનમંડળમાં ઘણા નવા ચહેરાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. જ્યારે કે અનુભવી નેતાઓને પણ મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. 
ભૂપેન્દ્ર પટેલ  સા.વ.વિ., વહીવટી સુધારણા અને આયોજન, ગૃહ અને પોલીસ હાઉસીંગ, માહીતી અન પ્રસારણ, પાટનગર યોજના, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ, ઉદ્યોગ, ખાણ અને ખનીજ, નર્મદા, બંદરો, તમામ નીતિઓ અને અન્ય કોઈ મંત્રીશ્રીઓને ફાળવાયેલ ન હોય તેવા વિષયો / વિભાગો

કેબીનેટ મંત્રીશ્રી
શ્રી રાજેન્દ્ર ત્રિવેદી મહેસૂલ, આપત્તિ વ્યવસ્થાપન, કાયદા અને ન્યાય તંત્ર, વૈધાનિક અને સંસદીય બાબતો 

શ્રી જીતુભાઈ સવજીભાઈ વાઘાણી શિક્ષણ (પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ), ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ, વિજ્ઞાન અને પ્રાઉધ્યોગિક

શ્રી રૂષિકેશભાઈ ગણેશભાઈ પટેલ આરોગ્ય પરિવાર કલ્યાણ, તબીબી શિક્ષણ, જળસંપત્તિ અને પાણી પુરવઠો 

શ્રી પૂર્ણેશ મોદી માર્ગ અને મકાન, વાહન વ્યવહાર, નાગરીક ઉડ્ડયન, પ્રવાસન અને યાત્રાધામ વિકાસ 

શ્રી રાઘવજીભાઈ હંસરાજભાઈ પટેલ કૃષિ, પશુપાલન, ગૌ સંવર્ધન

શ્રી કનુભાઈ મોહનલાલ દેસાઇ નાણા, ઉર્જા, પેટ્રોકેમિકલ્સ

શ્રી કીરીટસિંહ જીતુભા રાણા વન, પર્યાવરણ, કલાઈમેટ ચેન્જ, છાપકામ અને સ્ટેશનરી

શ્રી નરેશભાઈ મગનભાઈ પટેલ આદિજાતિ વિકાસ, અન્ન અને નાગરિક પુરવઠો અને ગ્રાહકોની સુરક્ષા 

શ્રી પ્રદિપસિંહ ખનાભાઈ પરમાર સામાજીક ન્યાય અને અધિકારીતા

શ્રી અર્જુનસિંહ ઉદેસિંહ ચૌહાણ ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ

રાજયકક્ષાના મંત્રીશ્રી (સ્વતંત્ર હવાલો)
શ્રી હર્ષ રમેશકુમાર સંઘવી રમત, ગમત, યુવક સેવા અને સાંસ્કૃતીક પ્રવૃત્તિઓ, સ્વૈચ્છિક સંસ્થાઓનું સંકલન, બિન નિવાસી ગુજરાતીનો પ્રભાગ, ગૃહ રક્ષક દળ અને ગ્રામ રક્ષક દળ, નાગરિક સંરક્ષણ, નશાબંધી, આબકારી, જેલ, સરહદી સુરક્ષા (સ્વતંત્ર હવાલો), ગૃહ અને પોલીસ હાઉસીંગ, આપત્તિ વ્યવસ્થાપન

શ્રી જગદીશ વિશ્વકર્મા કુટિર ઉદ્યોગ, સહકાર, મીઠા ઉદ્યોગ અને પ્રોટોકોલ(સ્વતંત્ર હવાલો), ઉદ્યોગ, વન પર્યાવરણ અને કલાઈમેટ ચેન્જ, પ્રીન્ટીંગ અને સ્ટેશનરી


શ્રી બ્રીજેશ મેરજા શ્રમ, રોજગાર, પંચાયત(સ્વતંત્ર હવાલો), ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ 

શ્રી જીતુભાઈ હરજીભાઈ ચૌધરી કલ્પસર અને મત્સ્યોદ્યોગ (સ્વતંત્ર હવાલો), નર્મદા જળ સંપત્તિ અને પાણી પુરવઠો

શ્રીમતી મનીષાબેન વકીલ મહિલા અને બાળ કલ્યાણ (સ્વતંત્ર હવાલો), સામાજીક ન્યાય અને અધિકારીતા 
રાજયકક્ષાના મંત્રીશ્રી

શ્રી મુકેશભાઈ ઝીણાભાઈ પટેલ કૃષિ, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ

શ્રીમતી નિમિષાબેન સુથાર આદિજાતિ વિકાસ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણ

શ્રી અરવિંદભાઈ રૈયાણી વાહન વ્યવહાર, નાગરિક ઉડ્ડયન, પ્રવાસન અને યાત્રાધામ વિકાસ

શ્રી કુબેરભાઈ ડીંડોર ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ, વૈધાનિક અને સંસદીય બાબતો

શ્રી કિર્તીસિંહ પ્રભાતસિંહ વાઘેલા પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ

શ્રી ગજેન્દ્રસિંહ ઉદેસિંહ પરમાર અન્ન નાગરિક પુરવઠો અને ગ્રાહક સુરક્ષાની બાબતો

શ્રી આર. સી. મકવાણા સામાજીક ન્યાય અને અધિકારીતા

શ્રી વિનોદભાઈ અમરશીભાઈ મોરડીયા શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ

શ્રી દેવાભાઈ પુંજાભાઈ માલમ પશુપાલન અને ગૌ સંવર્ધન.
Previous article
Next article

Leave Comments

Post a Comment

Ads Post 1

Ads Post 2

Ads Post 3

Ads Post 4

close