તીઘરા ગામના દાતા એ તેમના પૌત્ર ના જન્મદિવસ અવસરે અનાવિલ સમાજને રૂ. 2.50 લાખ નું દાન આપી અનોખી રીતે જન્મદિવસની ઉજવણી કરવામાં આવી

પારડી ઉદવાડા અનાવિલ હોલ ખાતે ગતરોજ પારડી તાલુકાના તીઘરા ગામના દાતા એ તેમના પૌત્ર ના જન્મદિવસ અવસરે અનાવિલ સમાજને રૂ. 2.50 લાખ નું દાન આપી પૌત્ર નિયોમ ની અનોખી રીતે જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. 
.                    તસવીર અક્ષય દેસાઈ
 પારડી તાલુકાના તીઘરા ગામના દિપકકુમાર ગુલાબભાઇ દેસાઈ એ તેમના પૌત્ર નિયોમ મનીષકુમાર દેસાઈ ના જન્મદિન અવસરે ઉદવાડા અનાવિલ હોલ એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તેઓએ અનાવિલ સમાજ ના ટ્રસ્ટી અનિલ દેસાઈ (મામા)ને દાતા દીપકભાઈ દેસાઈ ના હસ્તે રૂ. 2.50 લાખના ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ રીતે તેમના પૌત્ર નો અનોખી રીતે જન્મ દિવસની ઉજવણીમાં બાળકો માટે દિપક દેસાઈ ના મિત્ર ટીવી સ્ટાર રેન્ચો આર્ટિસ્ટ કલ્પેશ મકવાણા હાજર રહી બાળકો માટે ભવ્ય પર્ફોમન્સ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ પ્રસંગે એડવોકેટ ધર્મિન નાનુભાઈ શાહનું દીપકભાઈ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ  ટ્રસ્ટી અનિલ દેસાઈ (મામા), બાલદા ના સમાજના કમલેશ દેસાઈ તેમજ અગ્રણીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. 
Previous article
Next article

Leave Comments

Post a Comment

Ads Post 1

Ads Post 2

Ads Post 3

Ads Post 4

close