વડોદરા - મુંબઈ એક્સપ્રેસ-વેનું ગુજરાતના ભરૂચમાં માર્ગના નિર્માણની કામગીરીને લઈ ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં ચાર રેકોર્ડ નોંધાયા ભરૂચના મનુબર-સાંપા-પાદરા રોડના ભાગ પર 24 કલાકમાં 2 કિમી લાંબા રસ્તાનું નિર્માણ કરવામાં આવતા રેકોર્ડ બનાવવામાં આવ્યો

વડોદરા - મુંબઈ એક્સપ્રેસ-વેનું  હાલ નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. ત્યારે ગુજરાતના ભરૂચમાં માર્ગના નિર્માણની કામગીરીને લઈ ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં ચાર રેકોર્ડ નોંધાયા છે. ભરૂચના મનુબર-સાંપા-પાદરા રોડના ભાગ પર 24 કલાકમાં 2 કિમી લાંબા રસ્તાનું નિર્માણ કરવામાં આવતા રેકોર્ડ બનાવવામાં આવ્યો છે.
આ અંગેની માહિતી રસ્તો બનાવનાર પટેલ ઈન્ફ્રાસ્ટ્રકચર વડોદરાના એમ.ડી. અરવિંદ પટેલે આપી હતી. તેમણે મીડિયા સાથે કરેલી વતચીત પ્રમાણે, 12000 કયુબીક મીટર પેવમેન્ટ કોલેટી ક્રોકીંટ રસ્તો તૈયાર કરાયો હતો.જે અંગે સ્લીપફોમ પેવર મશીન (Slip-foam Paver Machine) નો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ રોડની જાડાઈ 18.75 મીલીમીટર છે. તેમજ આ રસ્તાના નિર્માણ અંગે આશરે 1200 કરતા વધુ શ્રમિકો અને એન્જીનીયરો કામે લાગ્યા હતા. આ વિશ્વ રેકોર્ડ કરનાર રસ્તો ભરૂચના મનુબર-સાંપા સેકશન વચ્ચે બનાવાયો હતો.
24 કલાકમાં ચાર રેકોર્ડ નોંધાયા
1. પ્રથમ રેકોર્ડ સૌથી વધુ 14641.43 ક્યૂબિક મીટર સિમેન્ટ કોન્ક્રીટના ઉત્પાદનનો નોંધાયો
2. બીજો રેકોર્ડ 14527.50 ક્યૂબિક મીટર સિમેન્ટ કોન્ક્રીટના ઉપયોગનો નોંધાયો
3. ત્રીજો રેકોર્ડ એક ફૂટ જાડા અને 18.75 મીટર પહોળા એક્સપ્રેસ-વેના નિર્માણનો નોંધાયો
4. ચોથો રેકોર્ડ સૌથી વધુ રિજિડ પેવમેન્ટ ક્વોલિટીને સૌથી વધુ વિસ્તારમાં ફેલાવવા માટે સ્થપાયો.
નોંધનીય છે કે, કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ દિલ્હી, હરિયાણા, રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને ગુજરાતમાંથી પસાર થતાં દિલ્હી-મુંબઈ એક્સ્પ્રેસ-વેની સમીક્ષા કરી હતી. તેમણે કહ્યું કે, 98,000 કરોડના ખર્ચે 1380 કિમી લાંબો દેશનો સૌથી લાંબો એક્સ્પ્રેસ-વે તૈયાર થઈ રહ્યો છે. દિલ્હી-મુંબઈ વચ્ચેનો મુસાફ્રીનો સમય 24 કલાકથી ઘટીને 13 કલાકનો થઈ જશે. ગુજરાતમાં 423 કિમીનો 8 લેન એક્સ્પ્રેસ-વે 35100 કરોડના ખર્ચે બનાવાઈ રહ્યો છે. માર્ચ-2022 સુધીમાં વડોદરા-અંકલેશ્વરનો 100 કિમીનો હિસ્સો વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે.
ગુજરાત દેશનું એક મોટું આર્થિક કેન્દ્ર છે અને દાહોદ, લીમખેડા, પંચમહાલ, વડોદરા, ભરૂચ, સુરત અને વલસાડ શહેરો અને શહેરોને કનેક્ટિવિટી પૂરી પાડવા માટે રાજ્યભરમાં અનેક ઇન્ટરચેન્જની યોજના છે. આ એક્સપ્રેસ વે વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ વે દ્વારા રાજ્યની રાજધાની સાથે પણ જોડાશે. ગુજરાત રાજ્યમાં ૬૦ મોટા પુલ, ૧૭ ઇન્ટરચેન્જ, ૧૭ ફ્લાયઓવર અને ૮ ROB નું આયોજન કરવામાં આવ્યું છે.
દર વર્ષે લગભગ ૩૨ કરોડ લીટર બળતણની બચત થશે. એક્સપ્રેસ વેની આજુબાજુ ૧૫ લાખ વૃક્ષો વાવવામાં આવશે તે સાથે CO2 ના ઉત્સર્જનમાં વાર્ષિક ૮૫ મિલિયન કિ.મી. CO2 નો ઘટાડો થશે.ગુજરાતમાં ૪૨૩ કિલોમીટરનો એક્સપ્રેસ વે કુલ રૂ. ૩૫૧૦૦ કરોડથી વધુની મૂડીના ખર્ચે બનાવવામાં આવ્યો છે, જેમાંથી ૩૯૦ કિમીના કોન્ટ્રાક્ટ પહેલેથી જ આપવામાં આવ્યા છે અને બાકીનું પેકેજ ટૂંક સમયમાં આપવામાં આવશે. કોરિડોરના બે વિભાગ: દિલ્હી-વડોદરા વિભાગ અને વડોદરા-મુંબઈ વિભાગ રાજ્યમાંથી પસાર થશે.
આ ન્યૂઝ અને તેની તસવીરો ફાઈલ તસવીર છે સૌજન્ય સોશિયલ મીડિયા
Previous article
Next article

Leave Comments

Post a Comment

Ads Post 1

Ads Post 2

Ads Post 3

Ads Post 4

close