News
નવા મંત્રીમંડળમાં પાટકરના સ્થાને આ નેતાને સ્થાન? દક્ષિણ ગુજરાતમાં 2 ધારાસભ્યોની મંત્રી મંડળમાં પસંદગી?
વલસાડ જિલ્લા ભાજપમાં હાલ નવા મંત્રી મંડળને લઈને ઉત્સાહનો માહોલ છે. વિજય રૂપાણીની સરકારમાં વલસાડ જિલ્લામાંથી આદિવાસી નેતા રમણલાલ પાટકરને આદિજાતિ વિકાસ અને વન મંત્રાલયમાં રાજ્ય પ્રધાનનો હોદ્દો આપી વલસાડ જિલ્લાના ભાજપના કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ લાવ્યા હતાં. પાટકરે રાજયમંત્રી તરીકેના કાર્યકાળ માં અનેક વિવાદિત નિવેદનો આપ્યા બાદ પણ સારા કાર્યો કર્યા છે. અને લોકચાહના મેળવી છે.
જ્યારે હવે નવા મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલની ટીમમાં ફરી વલસાડ જિલ્લાના 2 ધારાસભ્યોને સ્થાન મળી શકે તે માટે પસંદગીનો કળશ ઢોળાયો હોવાની વિગતો સૂત્રો તરફથી મળી છે. આ નવા મંત્રીમંડળમાં પારડીના ધારાસભ્ય કનું દેસાઈનું અને ધરમપુર વિધાનસભાના ધારાસભ્ય અરવિંદ પટેલનું નામ ચર્ચામાં છે. સુત્રોનું માનીએ તો વલસાડ જિલ્લાના ઉદ્યોગોમાં સર્વેસર્વા કહેવાતા કનું દેસાઈની ઉદ્યોગમંત્રી તરીકે પસંદગી થઈ શકે છે. જ્યારે પાટકરના સ્થાને આદિવાસી નેતા તરીકે અરવિંદ પટેલનું નામ ચર્ચામાં છે.
જો કે હંમેશા કોથળાથી બિલાડુ કાઢવામાં માહેર ભાજપ ના મોવડીઓ સત્તાવાર કોની પર કળશ ઢોળે છે તે તો ગુરુવારે દોઢ વાગ્યા બાદ જ ખબર પડશે. પરંતુ હાલ તો એક જ જિલ્લાના 2 MLA ની પસંદગી ભુપેન્દ્ર પટેલની ટીમમાં થવાની હોવાના અહેવાલોએ વલસાડ ભાજપના કાર્યકરો ગેલમાં આવી ગયા છે. ફટાકડા, મીઠાઈ અને ફુલહારના ગુલદસ્તા માટે ઓર્ડર પણ આપી દીધા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
આ સાથે આદિવાસી દેતા જીતુભાઈ ચૌધરીનું નામ જોરશોરમાં ચાલી રહ્યું છે કારણકે જ્યારથી તેઓ રાજકીય ક્ષેત્રમાં જંપલાવ્યું બાદ ક્યારે પણ તેઓ હાર માત આપીને જીત તરફ આગળ વધેલા છે વલસાડ જિલ્લામાં આદિવાસી નેતા તરીકે તેઓનું સારી નામના મેળવી ચુક્યા છે જેથી કરીને આવનાર મંત્રી પદ માટે તેઓનું નામ ઉચ્ચ સ્તરે ચાલી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે જેમાં ભાજપ દ્વારા આ વખતે એક સીએમ અને બે ડેપ્યુટી સીએમ નક્કી કરવાની જે ફોર્મુલા છે તેમાં કદાચ જીતુભાઈ ચૌધરી નું નામ આવી શકે તેમ સૂત્રો જણાવી રહ્યા છે.
Previous article
Next article
Leave Comments
Post a Comment