હોટલમાં રોકાતા મુસાફરોની નોંધ ફરજિયાતપણે “PATHIK” એપમાં કરવાની રહેશે

માહિતી બ્‍યૂરોઃ વલસાડ તા.૧૫: વલસાડ જિલ્લાની સરહદ એક રાજ્‍ય તથા બે કેન્‍દ્રશાસિત પ્રદેશને અડીને આવેલી હોવાથી સાથે વલસાડ જિલ્લો ઔદ્યોગિક એકમોથી છવાયેલો છે. જિલ્લામાં પાંચ ઔધોગિક એકમો તેમજ અન્‍ય બે થી ત્રણ મોટા ઉદ્યોગો આવેલા છે. જે એકમોમાં મોટે ભાગે વિદેશી નાગરિકો તેમજ આંતરરાજ્‍યના નાગરિકો તથા તથા વિવિધ જિલ્લાઓના નાગરિકો, વેપારીઓ, ટેકનિશ્‍યનો વિવિધ કામકામ અર્થે આવતા જતા હોય છે.
અને તે ટૂંકા સમય માટે હોટલોમાં રોકાતા હોય છે. આ મુસાફરોની સાથે દેશ વિરોધી અને અસામાજિક તત્‍વો પણ જિલ્લામાં આવી જાય અને દેશ વિરોધી ભાંગફોડીયા પ્રવૃતિ કરે તેવી પૂરી શક્‍યતા રહેલી હોવાથી વલસાડ જિલ્લામાં ભાડેથી આવા તમામ સ્‍થળે રહેતા મુસાફરો ઉપર વોચ રાખવી અને તેની ચકાસણી કરવી આવશ્‍યક છે. આ પ્રકારે વોચ માટે ટેકનોલોજીના ઉપયોગથી હોટલ માલિકો અને પોલીસને સુવિધા રહે અને દૈનિક ધોરણે માહિતી પોલીસને ઓનલાઇન મળી રહે તે હેતુસર એપ “PATHIK” ( Proram for Analysis of Traveler and hotel Informatics) ગુજરાત પોલીસ દ્વારા બહાર પાડવામાં આવી છે. 
.                      તસવીર સૌજન્ય toi 
 એપમાં દૈનિક ધોરણે દરેક સ્‍થાનિક હોટલ, ગેસ્‍ટ હાઉસ, રીસોર્ટ/ફાર્મ હાઉસ, ધર્મશાળા ધાબા-કલબ હાઉસ/ મુસાફરખાના/ ધાર્મિક સ્‍થળો તથા અન્‍ય સ્‍થળના સંચાલક/ માલિક/ ભાગીદાર જવાબદારોએ એન્‍ટ્રી કરવા માટે જાહેરનામું પ્રસિધ્‍ધ કરવા પોલીસ અધિક્ષકની કચેરી, વલસાડ દ્વારા કરાયેલી દરખાસ્‍તને ધ્‍યાને લઇ જિલ્લા મેજિસ્‍ટ્રેટ ક્ષિપ્રા આગ્રેએ ગુજરાત પોલીસ અધિનિયમ -૧૯૫પ ની કલમ-૩૭(૧) હેઠળ મને મળેલ સત્તાની રૂએ એક જાહેરનામા દ્વારા હુકમ કર્યો છે. આ હુકમ અનુસાર સ્‍થાનિક હોટલ-ગેસ્‍ટ હાઉસ, રીસોર્ટ/ફાર્મ હાઉસ/ ધર્મશાળા/ ધાબા-ક્‍લબ હાઉસ/મુસાફરખાના/ધાર્મિક સ્‍થળો તથા અન્‍ય સ્‍થળોના માલિકે ગ્રાહકની રજિસ્‍ટર એન્‍ટ્રી કરવા માટે પોતાના રીસેપ્‍શન કાઉન્‍ટર ઉપર ઇન્‍ટરનેટ કનેકટીવીટી સાથેનું એક કોમ્‍પ્‍યુટર રાખવાનું રહેશે અને તેમાં ગુજરાત સરકાર દ્વારા તૈયાર કરવામાં આવેલી “PATHIK” એપ ઇન્‍સ્‍ટોલ કરવાની રહેશે 
તેમજ તે મેન્‍યુઅલ રજિસ્‍ટરમાં થતી તમામ એન્‍ટ્રીઓ આ “PATHIK” એપમાં ફરજીયાતપણે ઓનલાઇન કરવાની રહેશે.આ હુકમ તા. ૦૮/૦૯/૨૦૨૧ થી તા.૩૧/૧૦/૨૦૨૧ (બન્ને દિવસો સહિત) માટે અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કરનાર વ્‍યક્‍તિ ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૧૩૫ હેઠળ શિક્ષાને પાત્ર થશે. 

Previous article
Next article

Leave Comments

Post a Comment

Ads Post 1

Ads Post 2

Ads Post 3

Ads Post 4

close