વલસાડ નગર પાલિકાની પેટા ચૂંટણીમાં ખાલી પડેલી 5 બેઠક ઉપર કુલ 21 ઉમેદવારો માંથી 5 ડમી ઉમેદવારો નીકળી જતા કુલ 16 ઉમેદવારો ના ફોર્મ માન્ય રખાયા વોર્ડ ન.1 પર અપક્ષ ઉમેદવારે ઉમેદવારી પરત ખેંચી લીધી અને 2 સભ્યોના સભ્ય પદ રદ્દ થતા કુલ 13 ઉમેદવારોના ઉમેદવારી ફોમ માન્ય રહ્યા

વલસાડ નગર પાલિકાની વર્ષ 2019ની સામાન્ય સભામાં ગેર વર્તન કરનાર 4 સભ્યોના સભ્ય પદ રદ્દ કરવા મ્યુનિસિપલ કમિશ્નરને પાલિકાએ કરેલી ફરિયાદ બાદ 4 સભ્યોના સભ્ય પદ રદ્દ થયા હતા અને એક સભ્યનું મૃત્યુ થતા ખાલી પડેલી 5 બેઠક રાજ્ય સરકારે પેટા ચૂંટણી જાહેર કરી હતી. નગર પાલિકાના 4 વોર્ડમાં ખાલી પડેલી 5 બેઠક ઉપર 21 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. સોમવારે ઉમેદવારોના ફોમ ચકાસણીના દિવસે ડમી ઉમેદવારોના ફોમ નીકળી જતા 16 ઉમેદવારો મેદાનમાં હતા. તેમાંથી સભ્ય પદ રદ્દ થયેલા 2 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. તેઓના ફોમ પણ રદ્દ થાય હતા. જ્યારે વોર્ડ ન. 1માંથી અપક્ષ ઉમેદવારી નોંધાવનાર ઉમેદવારે પોતાની ઉમેદવારી પરત ખેંચી લીધી હતી. જેથી વલસાડ નગર પાલિકાની ખાલી પડેલી 5 બેઠક ઉપર કુલ 13 ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં રહ્યા છે. 
5 બેઠકમાંથી 3 બેઠક ઉપર કોંગ્રેસે ઉમેદવારી નથી નોંધાવી, BJP 5 બેઠક ઉપર પોતાના ઉમેદવારોને ચૂંટણી જંગમાં ઉતાર્યા છે. સામે અપક્ષ સભ્યોએ પણ 5 બેઠક ઉપર ઉમેદવારી નોંધાવી છે
ગત ચૂંટણીમાં BJPની સામે અપક્ષ ઉમેદવારની પેનલ લડાવનાર માજી પ્રમુખ દિપક રાણાને વોર્ડ ન.6માંથી ટિકિટ ફાળવતા લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. દિપક રાણાએ ગત સામાન્ય ચૂંટણીમાં BJP સામે 2 બેઠક ઉપર ચૂંટણી લડ્યા હતા. તે બંને બેઠકો ઉપર હારનો સામનો કરવો પડ્યો હતો. BJPમાંથી ટિકિટ ન મળતા નારાજગી વ્યક્ત કરીને અપક્ષ પેનલ લડાવી હતી. તે દિપક રાણાને BJPએ પેટા ચૂંટણીમાં ટિકિટ આપતા રાજકીય વર્તુરમાં ચર્ચા જગાવી હતી.
Previous article
Next article

Leave Comments

Post a Comment

Ads Post 1

Ads Post 2

Ads Post 3

Ads Post 4

close