લક્ષ્મી વિદ્યાપીઠમાં વિદ્યાર્થીઓને અપડાઉનની સેવા આપતા ડ્રાઇવર કન્ડક્ટરો અને કોન્ટ્રાકટરને સંસ્થા દ્વારા પગારનું ચુકવણું ન કરતા પૂર્વ મંત્રી અને ધારાસભ્ય રમણ પાટકરને ફરિયાદ

ધોડીપાડા ગામ ખાતે પૂર્વ મંત્રી તથા ધારાસભ્ય રમણ પાટકરનાં નિવાસસ્થાને લક્ષ્મી વિદ્યાપીઠમાં બસ સુવિધા પૂરી પાડતા 80થી વધુ ડ્રાઈવર, કંડકટર અને બસ કોન્ટ્રાક્ટર શનિવારે મળ્યા હતાં. ઘણાં સમયથી પગાર ન ચૂકવાતો હોવાની ફરિયાદ કરી હતી. શાળા કોલેજ દ્વારા ઓનલાઈન શિક્ષણના નામે વિદ્યાર્થીઓ પાસે પુરા વર્ષની ફી વસુલાતી હોવા ડ્રાઇવર કન્ડક્ટરનો પગાર કરવામાં આવતો ન હોવા અંગે પૂર્વ મંત્રીને રજૂઆત કરી છે. રજુઆત બાદ પાટકરે શૈક્ષણિક સંસ્થાનાં સંચાલકોને ફોન કરી નિરાકરણ લાવવા જણાવ્યું હતું.
પૂર્વ મંત્રીની દરમિયાન ગીરીથી ડ્રાઇવર કન્ડક્ટરોના પરિવાર પગારને લઈ આશા રાખી બેઠા છે. આ જિ.પં.નાં દંડક દિપક મિસ્ત્રી, ઉમરગામ તાલુકા ભાજપ પ્રમુખ દિલિપ ભંડારી, મહામંત્રી પ્રકાશ પટેલ, તા.પં.પ્રમુખ રમેશ ધાંગડા તથા હોદ્દેદારો, સરપંચો ઉપસ્થિત રહ્યા હતા.
Previous article
Next article

Leave Comments

Post a Comment

Ads Post 1

Ads Post 2

Ads Post 3

Ads Post 4

close