News
પારડી તાલુકાના ઓરવાડ ખાતે મધ્યરાત્રિના કાપડ, બેકરી, અને રેસિડન્સી ના દુકાનમાં 5 જેટલા તસ્કરો ત્રાટક્યા તસ્કરો દિલધક દુકાનના સટર તોડી પ્રવેશ્યા ગલ્લા માંથી રૂપિયા ચોરી કરતા સીસી કેમેરા માં તસ્કરો કેદ
પારડી તાલુકાના ઓરવાડ સારણ માર્ગ પર આવેલ ઘંટેશ્વર મહાદેવ મંદિરના સામે મધ્યરાત્રિના કાપડ, બેકરી, અને રેસિડન્સી ના દુકાનમાં 5 જેટલા તસ્કરો ત્રાટક્યા હતા તસ્કરો દિલધક દુકાનના સટર તોડી પ્રવેશ્યા હતા અને ગલ્લા માંથી રૂપિયા ચોરી કરતા સીસી કેમેરા માં તસ્કરો કેદ થયા હતા ચોરી ની ઘટના રાત્રીના દોઢ થી બે વાગ્યાના સુમારે ચોરી નો અંજામ આપી ભાગી છૂટ્યા હતા
પારડી તાલુકાના ઉદવાડા ઓરવાડ સારણ માર્ગ પર આવેલ ઘંટેશ્વર મહાદેવ મંદિર પાસે મધ્યરાત્રિના કાપડ,બેકરી,અને રેસિડન્સી ના દુકાનમાં 5 જેટલા તસ્કરો ત્રાટક્યા હતા તસ્કરો દિલધક દુકાનના સટર તોડી પ્રવેશ્યા હતા અને ગલ્લા માંથી રૂપિયા ચોરી કરતા સીસી કેમેરા માં તસ્કરો કેદ થયા હતા ઘટનામાં સન સાઈન રેસિડન્સી ના લોકોએ જોતા ચોર ચોર કરીને બૂમો પડતાં ચોરોએ સીસી કેમેરા તોડફોડ કરી રેસીડેન્સી ના ડીવીઆર લઈ તસ્કરો ફરાર થઈ ગયા હતા
તમેજ દુકાન સામે ઘંટેશ્વર મહાદેવ મંદિર ના વિકલાંગ પૂજારી દિનેશભાઈ જોશી નું બાઈકનું તસ્કરો તોડફોડ કરી હતી સમગ્ર ઘટનામાં એક જ રાત્રી ના તસ્કરોએ ત્રણ દુકાનો માં તાળા તૂટવામાં મિલન બેકરી ના સંચાલક આશિષ શાહ, કે વી કપડા ની દુકાનના સંચાલક ભાવેશ ભાઈ અને સન સાઈન રેસીડેન્સી ના ઓફિસના ત્રણે દુકાનો અને તાળા તૂટ્યા હતા શંકરભાઈ ભાનુશાલી એ જણાવ્યું હતું જે અંગે પારડી પોલીસને જાણ કરી છે અને ચોરી થયા ની ફરિયાદ કરવા પોલીસે પારડી પોલીસ સ્ટેશને બોલાવ્યા છે.
ચોરીમાં બેકરીની દુકાનમાં રુ 12000 હજાર અને કાપડ ની શોપ માં 2000 હજાર મત્તાની અંદાજે ચોરી થયા હોવાનું જણાવ્યું હતું જોકે નિર્દોષ વિકલાંગ પૂજારી ની બાઈક ને તસ્કરો એ ગેટની બહાર લઈ જઈ તોડફોડ કરવા પાછળ હાલ અનેક પ્રશ્નો ઉઠ્યા છે.
તેમજ ચોરી કરવા આવેલ એક બે તસ્કરો ઓળખાતા હોય છે જે ની દુકાનદારો અને સ્થાનિક લોકો માં ચર્ચા ઉઠવા પામી હતી તેમજ પોલીસ સામે રાત્રી પેટ્રોલિંગ બાબતે સવાલ ઉઠાવ્યા હતા ચોરી અંગે પોલીસ ઘટના સ્થળે આવી પોહચી હતી અને સીસી કેમેરાના આધારે તસ્કરો સુધી પહોચવા ના પ્રયાસો હાથ ધર્યા છે.
Previous article
Next article
Leave Comments
Post a Comment