રોહિણા ગામે ગણેશ મંડપ ની બાજુમાં ખુલ્લી જગ્યામાં જુગાર રમતા 8 જુગારીયા ને પારડી પોલીસે ઝડપી પાડયા

પારડી તાલુકાના રોહિણા ગામે ગણેશ મંડપ ની બાજુમાં ખુલ્લી જગ્યામાં જુગાર રમતા 8 જુગારીયા ને પારડી પોલીસે ઝડપી પાડયા હતા.
પારડી પોલીસ ના સિનિયર પીએસઆઇ કે.એમ. બેરીયા ના માર્ગદર્શન હેઠળ મળેલી બાતમીના આધારે મળસ્કે દોઢ થી બે વાગ્યાના સુમારે પારડી પોલીસે રોહિણા ગામે રેડ પાડતા શકુનિઓ માં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો. રોહિણા પટેલ ફળિયામાં ગણેશ મંડપ ના બાજુમાં ભવાની માતા મંદિર પાસે ખુલ્લી જગ્યામાં ભેગા મળી હારજીતનો જુગાર રમતા 8 જુગારીઓને પોલીસે ઝડપી પાડ્યા હતા. જેમાં રામદાસ ગમન પટેલ, મંગુ વિનુ નાયકા, ચેતન ઈશ્વર પટેલ, કુંજન અરવિંદ પટેલ, વિલાસ અંકિત પટેલ, દિનેશ રણજીત પટેલ, મયંક અશોક પટેલ સાથે આસમા ગામનો રહેવાસી મુકેશ રમણ પટેલ ની પારડી પોલીસે ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા.
પોલીસે દાવ પર મુકેલ રૂ. 880 તથા અંગજડતી કરતા રૂ. ૧૬,૦૦૦ મોબાઈલ, ઇકો કાર નં. જી.જે 15 સી.જે. 58૩૩ જેની કિંમત રૂ. 2 લાખ મળી કુલ રૂ. 2.29 લાખ નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પારડી પોલીસે ગણપતિ ઉત્સવ દરમિયાન રાત્રિના સમયમાં ગામડામાંથી જુગારીયાઓ ને પકડી પાડતા ખળભળાટ મચી જવા પામી હતી. 
આ ન્યૂઝ ની તમામ તસવીરો અક્ષય દેસાઈ દ્વારા
Previous article
Next article

Leave Comments

Post a Comment

Ads Post 1

Ads Post 2

Ads Post 3

Ads Post 4

close