News
કોલક સાકરી કાંઠા વિસ્તાર તરફ આવતી બોટ ગતરોજ પલ્ટી મારતા ઉદવાડા ગામનો યુવાન ડૂબ્યો હતો જેની શોધખોળ સ્થાનિક ઉદવાડા ગામ અને કોલક દરિયા માં લોકો કરી
દમણ થી કોલક સાકરી કાંઠા વિસ્તાર તરફ આવતી એક બોટ ગતરોજ પલ્ટી મારતા ઉદવાડા ગામનો યુવાન ડૂબ્યો હતો જેની શોધખોળ સ્થાનિક ઉદવાડા ગામ અને કોલક દરિયા માં લોકો કરી હતી પરંતુ ગતરોજ મોડી રાત સુધી ડૂબેલ યુવાન ની લાશનો પતો ન લાગ્યો હતો ડૂબી ગયેલ યુવાન અબ્દુલ શેખ ઉવ 25 નો ફોટો સોશિયલ મોડિયામાં વાયરલ થયો હતો અને ત્યારબાદ અનેક વાતો વહેતી થઇ હતી જોકે ગતરોજ મધુબન ડેમ ઓવરફ્લો થવાથી ડેમના 10 દરવાજા ખોલ્યા હતા જેને લઇ વાપી દમણગંગા કોલક નદી માં પાણી નો વહેણ દરિયામાં વધ્યો હતો અને જેના કારણે ઉદવાડાગામ અને કોલકના ત્રણ વ્યક્તિ માંથી બે સહી સલામત તરીને કિનારા આવી ગયા હતા જયારે ઉદવાડા ગામના ઝંડાચોક પાસે રહેતો અબ્દુલ શેખ ડૂબી ગયો હતો
યુવક ની ફાઈલ તસવીર
બાદ આજરોજ બુધવારના સવારે તેની લાશ ઉદવાડા ગામના દરિયા કિનારે તણાઈ હતી જે યુવાનની લાશનું પીએમ ઓરવાડ સીએસીસી હોસ્પિટલ ખાતે મોકલી આગળની કાર્યવાહી તંત્ર એ હાથ ધરી છે જોકે યુવાનના ડૂબી જવાના મુત્યુ ને લઇ ગામના માજી સરપંચ ધર્મેન્દ્ર ઉર્ફે રાજુ પટેલ ના સાથી મિત્રો એ લાશને શોષવા માટે ભારે જેહમત ઉઠાવી હતી અને આજે ઉદવાડાગામે એક યુવાન ડૂબીજાવાથી શોક ની લાગણી છવાઈ ગઈ હતી
Previous article
Next article
Leave Comments
Post a Comment