News
પારડી કોટલાવ માં નજીવી વાડ બનાવવા મુદ્દે બે જૂથ વચ્ચે જીવલેણ હુમલો કુટુંબીક ઝગડા માં દાતરડા, ઝાટકો, કુહારડી,લાકડા એક બીજા પર ઉંછડ્યા ના આક્ષેપો બંને પક્ષો ના દશ જેટલા ઇજાગ્રસ્ત પુરુષ-મહિલા ને હોસ્પિટલ માં સારવાર અર્થે ખસેડાયા
પારડી કોટલાવ માં આજરોજ સાંજે કુટુંબીક નજીવી વાડ બનાવવા મુદ્દે બે જૂથ વચ્ચે જીવલેણ હુમલો થયો હતો કુટુંબીક ઝગડા માં દાતરડા, ઝાટકો, કુહારડી,લાકડા એક બીજા પર ઉંછડ્યા ના આક્ષેપો બંને પક્ષો થયા હતા મારામારી માં દશ જેટલા ઇજાગ્રસ્ત પુરુષ-મહિલા ને પારડી હોસ્પિટલ તેમજ મોહન દયાળ હોસ્પિટલ માં સારવાર અર્થે ખસેડાયા છે.
મારામારી ની જાણ સિનિયર પીએસઆઇ કે એમ બેરિયા ની ટીમ થતાં તેઓ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા અને બંને જૂથ ના ઇજાગ્રસ્ત મહિલા પુરુષ ના પ્રાથમિક નિવેદન લેવામાં આવ્યા કોટલાવ કોડીવાડ ફળિયામાં થયેલ મારામારીમાં નારણભાઈ પટેલ, અને બાબુભાઈ આ બંને કુટુંબીક વચ્ચે ઝગડો છેલ્લા બે ત્રણ વર્ષ થી કાંટા ની વાડ બનાવવા માં આવી હતી જેમાં સામે પક્ષ ના ઓએ દવા છાંટવા માં આવતા હોવાના આક્ષેપો કર્યા હતા
મારામારીમાં ઇજાગ્રસ્તો માં અન્ય યોગેશ એન પટેલ, અશોક બાબુ પટેલ,કેનીલ ભરતભાઈ પટેલ, પાર્થ અશોક પટેલ ભરત ડાહ્યાભાઈ પટેલ, પ્રેમીબેન ડાહ્યાભાઈ પટેલ, જશુબેન નારણભાઈ પટેલ મંજુબેન ઝવહારભાઇ પટેલ અને કેવલ જવહાર પટેલ જેઓ હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડ્યા છે પોલીસે બંને પક્ષો ની ફરિયાદ લેવાની તજવીજ હાથ ધરી છે.
Previous article
Next article
Leave Comments
Post a Comment