News
જે.પી. પારડીવાલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ તથા એન.કે. દેસાઈ સાયન્સ કોલેજ ના પ્રાધ્યપકો એ દેહદાન, અંગદાન, ચક્ષુદાન નો સંકલ્પ લીધા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના 71 અવસરે આજરોજ શુક્રવારના જે.પી. પારડીવાલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ તથા એન.કે. દેસાઈ સાયન્સ કોલેજ ના પ્રાધ્યપકો એ દેહદાન, અંગદાન, ચક્ષુદાન નો સંકલ્પ લીધા હતા. સંકલ્પને દ્રઢ સ્વરૂપ આપવા ગાંધીનગર સુધી સંપર્ક સુત્રો સાધી અંગદાન અંગે ઓનલાઇન ફોર્મ ભરવાનું માર્ગદર્શન મેળવ્યું હતું.
અંગદાન ની પ્રક્રિયા અંગે પારડીના ડો.એમ.એમ. કુરેશી એ સમગ્ર પ્રક્રિયા સમજાવી હતી. જેમાં તબીબ કુરેશી એ જણાવ્યું હતું કે બ્રેઈન ડેડ થાય તો ચક્ષુદાન, રક્તદાન, લીવર, ફેફસા તેમજ મૃત્યુ બાદ દેહદાન કરી શકો છો. અને મૃત્યુ પછી પણ શિક્ષક તરીકે ની કામગીરી બજાવી શકે છે. તેમજ દરેક વ્યક્તિએ ખોરાક લેતી વખતે કાળજી લેવાની હોય છે જેમાં ફળ-ફ્રૂટ, લીલા શાકભાજી નો આહાર લેવું જયારે ફાસ્ટ ફૂડ વેફર, કોલ્ડ્રિંક્સ, ચાયનીઝ વગેરે થી દૂર રહેવું. અંગદાન અને ચક્ષુદાન અંગે કોલેજના આચાર્ય ડો. હર્ષાબેન પટેલ યુનિવર્સીટી ના પરિપત્ર મુજબ પ્રાધ્યપકો એ રક્તદાન, અંગદાન, ચક્ષુદાન અંગે ફોર્મ ભરવાનું માર્ગદર્શન પારડી ના ડો. એમ.એમ. કુરેશી દ્વારા માર્ગદર્શન મેળવવામાં આવ્યું છે.
જેથી જે અંગે કોઈ પણ મૂંઝવણ હોય તે દૂર થઇ શકે. એન.કે. દેસાઈ સાયન્સ કોલેજના કેમ્પસ ડાયરેક્ટર દીપેશ શાહે જણાવ્યું હતું કે સારી એવી માહિતી ડો. કુરેશી એ આપી હતી. જેના થકી શિક્ષકો જાગૃત થાય ત્યારે આ જાગૃતિ વિદ્યાર્થીઓ અને સમાજ માં આવે છે. અંગદાન અંગે વિચારોને અમલમાં કેવી રીતે મુકવો જે અંગે ડો. કુરેશી એ વિસ્તૃત માહિતી પ્રાધ્યપકો ને આપી હતી. ત્યારે પારડી કોલેજના પ્રઢપકો એ અનોખો સંકલ્પ લેતા પારડી કોલેજના પ્રાધ્યાપકો એ પ્રેરણારૂપ સંદેશો આપ્યો છે. આ પ્રસંગે ડો. એમ.એમ. કુરેશી, કોલેજના આચાર્ય ડો. હર્ષવતીબેન પટેલ, દીપેશ શાહ, ગોપાલ પાટીલ, ગામીત, જીતેન્દ્ર ટંડેલ, વગેરે પ્રાધ્યાપકો ઉપસ્થિત રહ્યા હતા. અંતે આભારવિધિ પ્રા.છાયાબેને આટોપી હતી.
Previous article
Next article
Leave Comments
Post a Comment