મધદરિયે ફસાયેલી અમરેલીની શિવશક્તિ બોટનુ દમણ દરિયા કિનારા નજીકથી રેસ્ક્યુ કરાયું

સૌરાષ્ટ્રના અમરેલીમાં માછીમારો માછીમારી કરવા દરિયામાં પહોંચ્યા હતા. જ્યાં હવાનાં ખરાબ થતા અને બોટમાં રહેલું મશીન બંધ થતાં બોટ દમણ દરિયા કિનારે નજીક આવી પહોંચી હતી. દમણના સ્થાનિક માછીમારો એ બોટમા ફસાયેલા 7 ખલાસીઓનું રેસ્ક્યુની કરવાની કામગીરી હાથ ધરી હતી. ખલાસીઓનું બોટથી રેસ્ક્યુ ન થતા દમણ કોસ્ટગાર્ડની ટીમની મદદ લેવામાં આવી હતી. દમણ કોસ્ટગાર્ડની ટીમે બોટમાં ફસાયેલા 7 ખલાસીઓનું એરલીફ્ટ કરી બચાવ્યા હતા. તમામ ખલાસીઓને સુરક્ષિત દરિયા કિનારે લાવવામાં આવ્યા હતા.
અમરેલી જિલ્લાની શિવશક્તિ બોટમાં 7 ખલાસીઓ સાથે માછીમારી કરવા જાફરાબાદ તરફ જઈ રહ્યા હતા. જે દરમ્યાન હવામાન ખરાબ થયું હતું અને બોટનું એન્જીન બંધ થઈ ગયું હતું. જાફરાબાદથી બોટ દમણ દરિયા કિનારે નજીક માછીમારોએ જોઈ હતી.
તાત્કાલિક દમણના માછીમારોએ મધ દરિયે જઈને બોટ વડે માછીમારોને રેસ્ક્યુ કરવાનો પ્રયાસ હાથ ફર્યો હતો. જોકે, દરિયામાં હવામાન વધારે ખરાબ હોવાથી ખલાસીઓનું રેસ્ક્યુ થઈ શક્યું ન હતું. બોટનું એન્જીન પણ બંધ થઈ ગયું હોવાથી દમણના માછીમારોને ખલાસીઓ ચિંતા વધી હતી. દમણ કોસ્ટગાર્ડની ટીમની મદદ લઈને દમણ દરિયામાં ફસાયેલા 7 ખલાસીઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું.
Previous article
Next article

Leave Comments

Post a Comment

Ads Post 1

Ads Post 2

Ads Post 3

Ads Post 4

close