News
પશ્ચિમ રેલવે દ્વારા તા.15મી સપ્ટેમ્બરથી 16 મેમુ-ડેમુ ટ્રેનમાં પાસ હોલ્ડર્સને મુસાફરી કરવાની છુટ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો.
પશ્ચિમ રેલવે દ્વારા તા.15મી સપ્ટેમ્બરથી 16 મેમુ-ડેમુ ટ્રેનમાં પાસ હોલ્ડર્સને મુસાફરી કરવાની છુટ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પશ્ચિમ રેલવે દ્વારા લેવામાં આવેલા ઉપરોકત નિર્ણયથી વડોદરા -અમદાવાદ સુધી અને વડોદરાથી સુરત સુધીને અપડાઉન કરતા 35000 ઉપરાંત મુસાફરોને તેનો લાભ મળશે.
કોરોનાના લીધે મેમુ અને ડેમુ ટ્રેન બંધ કરી દેવામાં આવી હતી.ત્યારબાદ મેમુ-ડેમુ ટ્રેન ચાલુ કરવામાં આવી હતી. પરંતુ તેમા પાસ હોલ્ડર્સને પ્રવેશ આપવામાં આવતો નહોતો. પાસ હોલ્ડર્સને આથી ખુબજ આર્થિક બોજ પડતો હતો. વડોદરાથી અમદાવાદ બાય રોડ જવાના રોજના રૂ 200 જેટલો ખર્ચ થતો હતો. પરંતુ હવે માત્ર રૂ 450ના પાસમાં એક મહિનો સુધીને મુસાફરી કરી શકાશે. ઓછા પગારવાળાએ અપડાઉનમાં ટ્રાવેલીગમાં થતા ખર્ચના લીધે નોકરી પણ છોડી દીધી હતી. પરંતુ હવે તે સમસ્યા પણ ઉકેલાઇ જશે.
વડોદરાથી સુરત સુધી નોકરી કે ધંધા અર્થે જવાના રોજના રૂ 200 કે તેથી વધુખર્ચ થતો હતો. પરંતુ હવે રૂ 400ના પાસમાં આખો મહિનો મેમુ કે ડેમુમાં મુસાફરી કરી શકશે. પશ્ચિમ રેલવે દ્વારા જે મેમુ -ડેમુમાં પાસ હોલ્ડર્સને મંજુરી આપવામાં આવી છે, તે ટ્રેનમાં વડોદરા-અમદાવાદ (મેમુ) સુરત-વડોદરા (મેમુ) ભરૂચ-સુરત (મેમુ) વડોદરા-સુરત (મેમુ)વડોદરા-અમદાવાદ (પેસેન્જર) વડોદરા-દાહોદ (મેમુ) આણંદ-ખંભાત (ડેમુ) ખંભાત-આણંદ(ડેમુ) ભરૂચ-સુરત (મેમુ)ના બન્ને તરફના ફેરા મળી 16 ટ્રેનમાં મુસાફરી કરી શકાશે. જોકે તે દરમિયાન કોરોનાના પ્રોટોકોલનુ પાલન કરવુ પડશે
પાસધારકોને મેમુ-ડેમુમાં તા. 15મી સપ્ટેમ્બરથી મુસાફરી કરવાની છુટ આપવામાં આવી છે.આ નિર્ણયને પાસધારક એસોસિએશન આવકારી છે. આ નિર્ણયથી નોકરીયાતોને આર્થિક ફાયદો થશે અને સુરક્ષિત મુસાફરી મળશે તેનો આનંદ વ્યકત કર્યો હતો. વેસ્ટર્ન રેલવે પેસેન્જર અને પાસ હોલ્ડર્સ વેલ્ફેર એસોશીયેશનના પ્રમુખ મહંમદ હબીબ લોખંડવાલાએ હવે પછી એકસપ્રેસ ટ્રેનમાં મુસાફરીની છુટ આપવામાં આવે તેની માંગણી કરી છે.
Previous article
Next article
Leave Comments
Post a Comment