નવેરા સ્‍કુલમાં એનડીઆરએફ દ્વારા આપત્તિ વ્‍યવસ્‍થાપન અંગે જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો

માહિતી બ્‍યુરો વલસાડ તા.૨૧: વલસાડ કલેક્‍ટર ક્ષિપ્રા આગ્રે દ્વારા જિલ્લામાં કોઈ પણ પ્રકારની આપત્તિ સમયે બચાવ કામગીરી, પ્રાથમિક સારવાર, રાહત કામગીરી કઇ રીતે કરવી તેની જાણકારી મળી રહે તે માટે એન.ડી.આર. એફ.ના સહયોગથી જિલ્લાના ગ્રામ્‍ય, તાલુકા કક્ષાએ તેમજ શાળા કોલેજો જેવા વિવિધ સ્‍થળોએ તા.૨૦/૯/ ૨૧ થી તા.૪/૧૦/૨૦૨૧ સુધી જનજાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરાયું છે. જે અંતર્ગત તાલુકાની નવેરા કેન્‍દ્ર પ્રાથમિક શાળામાં એનડીઆરએફ દ્વારા પ્રત્‍યક્ષ નિદર્શન મારફત જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. 
આ કાર્યક્રમમાં એનડીઆરએફના સબ ઈન્‍સપેકટર વિજય સીંઘે એનડીઆરએફની પ્રાથમિક માહિતી આપતાં જણાવ્‍યું હતું કે, અતિવૃષ્‍ટી, વાવાઝોડું, ભુકંપ, આગ લાગવી જેવી કોઈ પણ પ્રકારની આપત્તિ એ એક એવી ઘટના છે જે અચાનક આવી પડે છે. જેનો સામનો કઈ રીતે કરવો, સ્‍વયં અને અન્‍યનો બચાવ કઈ રીતે કરવો આ અંગેની જાણકારી હોવી અનિવાર્ય છે. નવેરાના સરપંચ મનોજભાઈએ જણાવ્‍યું હતું કે, કુદરતી આપત્તિ સામે લોકોને બચાવવા ૨૪ કલાક કાર્યરત એનડીઆરએફની ટીમ આપત્તિકાળમાં કદાચ સમયસર ન પહોંચી શકે ત્‍યારે આપણે સ્‍વયં કેવી રીતે બચાવ કરી શકીએ તે માટે એન.ડી.આર.એફ. તરફથી ઉપયોગી જાણકારી મળી છે, 
જે ભવિષ્‍યમાં આપણને અવશ્‍ય ઉપયોગી નીવડશે. 
એનડીઆરએફના સદસ્‍ય નવિન દેવાંગર અને મનોજ યાદવે આગ લાગે ત્‍યારે ભયમુક્‍ત રહેવા, લીફટનો ઉપયોગ ન કરી સીડીનો ઉપયોગ કરવા, ભીનું કપડું શરીરે લપેટી જમીન ઉપર સુઈ જવા વગેરે ઉપાયો વિશે પ્રત્‍યક્ષ નિદર્શન સાથે જાણકારી આપી હતી. આ ઉપરાંત અકસ્‍માત જેવી દુર્ઘટના માથાના ભાગે ઘા થયો હોય, શરીરમાં હાડકું તુટી ગયું હોય, ચાકુ અથવા સળીયો જેવાં સાધનો દ્વારા વાગે અને સમયે લોહી વહેતું હોય ત્‍યારે લોહીને કેવી રીતે નિયંત્રિત કરવું જોઇએ, પાણીમાં ડુબતાં વ્‍યક્‍તિને બચાવવા માટે તેમજ હાર્ટઅટેક આવે ત્‍યારે શું કરવું, પુર, ભુકંપના સમયે રાખવાની થતી કાળજી ઉપરાંત ખાતી વખતે ગળામાં કોઈક વસ્‍તુ અટકી ગઈ હોય વગેરે દુર્ઘટના ઘટે ત્‍યારે પ્રાથમિક રીતે શું કરવું અને અન્‍યનો બચાવ કઈ રીતે કરવો તેની ઉપયોગી જાણકારી આપી હતી. 
શાળાના આચાર્યા દર્શનાબેને ગ્રામજનોને ઉપયોગી જાણકારી આપવા બદલ આભારની લાગણી વ્‍યક્‍ત કરી હતી.આ કાર્યક્રમમાં એનડીઆરએફના સદસ્‍યો, શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ, આંગણવાડીની બહેનો તથા ગ્રામજનો ઉપસ્‍થિત રહયા હતા.
Previous article
Next article

Leave Comments

Post a Comment

Ads Post 1

Ads Post 2

Ads Post 3

Ads Post 4

close