નવરાત્રિ (દશેરા) કાર્યક્રમ અંતર્ગત ચિત્રસ્પર્ધા યોજાશેઃ

માહિતી બ્‍યુરોઃ વલસાડઃ તા.૨૧: યુવાધનને યોગ તથા શારીરિક સશક્‍ત બનાવવાના હેતુથી વર્તમાન મોબાઇલ ટેકનોલોજીના વપરાશ સાથેના અભિગમથી ‘‘મોબાઇલ ટુ સ્‍પોર્ટસ''ના અભિયાનની નવતર પહેલ કરી યુવાધનનો શારીરિક અને માનસિક વિકાસ ઉત્તમ રીતે થાય તે હેતુથી રાજ્‍ય સરકાર દ્વારા ૨૦૨૦-૨૧ના વર્ષમાં મોબાઇલ ટુ સ્‍પોર્ટસની નવી યોજના મંજૂર કરી છે. 
આ હેતુને સુચારુ રૂપે પાર પાડવા માટે રમતગમત, યુવા અને સાંસ્‍કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હસ્‍તકની ગુજરાત રાજ્‍ય લલીતકલા અકાદમીની કચેરી તથા જિલ્લા રમતગમત અધિકારીની કચેરી દ્વારા સંયુક્‍ત રીતે નવરાત્રિ (દશેરા) કાર્યક્રમ અંતર્ગત ચિત્રસ્‍પર્ધાનું આયોજન કરવામાં આવ્‍યું છે. જેમાં તા.૩૧/૧૨/૨૦૨૧ની સ્‍થિતિએ ૮ થી ૧૩ વર્ષના બાળકો ભાગ લઇ શકશે. સ્‍પર્ધકે એ-૪ સાઇઝના ડ્રોઇંગ પેપર ઉપર નવરાત્રિ (દશેરા) વિષય ઉપર પોતાની કૃતિ તૈયાર કરી તા.૧૮/૧૦/૨૦૨૧ને બપોરે ૧૨-૦૦ કલાક સુધી જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી, ૧૦૬, બી.એસ.એન.એલ. કચેરી, પોસ્‍ટ ઓફિસરની પાછળ, હાલર રોડ, વલસાડને મોકલી આપવાની રહેશે. 
રાજ્‍યકક્ષાની સ્‍પર્ધામાંથી ૧૦ વિજેતા કલાકારોને પસંદગી કરાશે. તેઓ પૈકી પ્રથમ વિજેતાને રૂા.૨૫ હજાર, દ્વિતીય વિજેતાને રૂા.૧૫ હજાર તથા તૃતીય વિજેતાને રૂા. ૧૦ હજાર એમ ત્રણ ઇનામો અને બાકીના અન્‍ય સાત વિજેતાઓને રૂા.૫,૦૦૦/- (પ્રત્‍યેકને) મુજબ આશ્વાસન ઇનામો આપવામાં આવશે. આ અંગે વધુ જાણકારી માટે ફેસબુક પેજ https://facebook.com/mobile2sports તેમજ યુ-ટયુબ ચેનલની લીંક http://youtube.com/channel/UCzsjROvtHpN4rK_ensUaz-g ઉપરથી મળી શકશે, એમ જિલ્લા યુવા વિકાસ અધિકારી, વલસાડ દ્વારા જણાવાયું છે.

Previous article
Next article

Leave Comments

Post a Comment

Ads Post 1

Ads Post 2

Ads Post 3

Ads Post 4

close